તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
ધ્રોલમાં ચૂંટણીના અનુસંધાને એસ.પી. પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં ફૂટ પેટ્રોલીંગ

ધ્રોલઃ આગામી તા. ૧૬નાં રોજ યોજાનાર ધ્રોલ નગરપાલિકાની ચુંટણીમાં મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે હેતુથી જામનગર જીલ્લા પોલીસ વડાની આગેવાનીમાં ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલીંગ તેમજ બુથ બિલ્ડીંગ તેમજ એરીયા ડોમીનેશન કરવામાં આવ્યું હતું. ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા નગરપાલિકાની ચુંટણી અનુસંધાને જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી સ્વપ્નીલ સીસલે, આઇ.પી.એસ. અડોસ એન્જીનીયર, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, એલ.સી.બી. પી.આઇ. વી. એમ. લગારીયા, પંચ એ નાં પી. આઇ. એમ. એન. શેખ, ધ્રોલ પી. આઇ. એચ. વી. રાઠોડ તથા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના કાફલા સાથે ધ્રોલ નગરપાલિકા વિસ્તારના સંવેદનશીલ બુથ, બુથ બિલ્ડીંગ, સ્ટ્રોંગરુમની મુલાકાત લઇ એરીયા ડોમીનેશન અને શહેરની મુખ્ય બજારો અને વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરાયું હતું. જીલ્લા પોલિસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઇ રહે અને લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે ધ્રોલ (તસ્વીર- અહેવાલઃ સંજય ડાંગર ધ્રોલ)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
