<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

વાયર ચોરી ઓગાળી તાંબુ કાઢયા બાદ સાડા છ કિલો કોપર ભરી વોંકળામાં સંતાડેલ બાચકુ કાઢી આપ્‍યુઃ વિસાવદર કેબલ પ્રકરણમાં ધરપકડ

 

જુનાગઢ તા.૧રઃ વિસાવદર પો.સ્‍ટે. વિસ્‍તારમાં સીમ ચોરીના બનતા બનાવો અટકાવવા સુચન કરેલ હોય જેથી વિસાવદર પો.સ્‍ટે. કલમ-૩૦૩ (૨) મુજબનો ગુન્‍હો ગઇ તા.૦૯/૦૨/૨૦૨૫ ના રોજ રજી. થયેલ હોય હકીકત મળેલ કે સદરહુ ગુનાના કામે ચોરી થયેલ કેબલ વાયર અંકીત રમેશભાઇ કીકાણી રહે.મોટા કોટડા ગામ તા.વિસાવદર વાળાએ ચોરી કરેલ હોય જે મોટા કોટડા ગામ બસ સ્‍ટેન્‍ડ પાસે હોય જેથી અટક કરી પુછપરછ કરતા સદરહુ ગુન્‍હાનાં કામે ચોરી કરેલ કેબલ વાયર સળગાવીને તેમાંથી તાંબુ (કોપર) એક પ્‍લાસ્‍ટીકનાં બાચકામાં ભરી જે બાચકુ જીવલી નદીનાં વોકળામાં સંતાડેલ હોવાની કબુલાત કરતો હોય જેથી તપાસ કરતા તાંબુ (કોપર) એક બાચકામાં મળી આવેલ હોય જે તાંબુ (કોપર) અંદાજે વજન સાડા છ કીલો હોય જે એક કીલોની કી.રૂ.૫૦૦/- લેખે કુલ સાડા છ કીલો તાંબુ (કોપર)ની કી. રૂ.૩,૨૫૦  નો ગણી કબ્‍જે કરેલ છે

પો.ઇન્‍સ. આર.એસ.પટેલ તથા પો.સબ ઇન્‍સ. આર.ડી.રોહીત તથા એ.એસ.આઇ. ડી.એન.ચાંચીયા તથા પો.કોન્‍સ. પ્રફુલભાઇ કરશનભાઇ તથા પો.કોન્‍સ. રાજુભાઇ ચંદુભાઇ, તથા પો.કોન્‍સ. હિંમતભાઇ ડાયાભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

(1:59 PM IST)