News of Wednesday, 12th February 2025
વિરપુર પોલીસે આધેડ સાથે ૨૭ લાખની ઠગાઇ કરનાર અમરેલી પંથકના સાગરને ઝડપી લીધો

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર તા. ૧૨ : વીરપુરના આધેડ સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી છેતરપિંડી આચરનાર અમરેલી પંથકના શખ્સને વિરપુર પોલીસે ઝડપી લીધો હતો.
વીરપુર જલારામના અશોકભાઈ છગનભાઈ વઘાસિયા નામના વ્યક્તિએ વીરપુર પોલીસમાં ગત દિવસે તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી બાબતે પોલીસ ફરિયાદ કરતા વીરપુર પોલીસે સાગર કાંતિભાઈ જોટંગિયા નામના અમરેલી જીલ્લાના સરભંડા ગામના એક ઈસમને દબોચી લઇ આ મામલાની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી અશોકભાઈ વઘાસીયા સાથે ઓનલાઇન કુલ રૂ. ૨૭,૮૭,૬૪૦/- ની ઠગાઇ થઇ હોવાની ફરીયાદ થતા રાજકોટ જીલ્લાના પોલીસ અધીક્ષક હીમકરસિંહ તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ વીરપુર પોલીસના પીઆઈ એસ.જી.રાઠોડ તેમજ વીરપુર પોલીસના પો.હેડ.કોન્સ. વિજયભાઇ મહેશભાઇ, પો. હેડ કોન્સ. કૌશિકભાઇ જગદિશભાઇ, પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રભાઇ વરજાંગભાઇ સહિતની ટીમ દ્વારા તપાસ સંભાળી હ્યુમન સોર્સ ટેકનીકલ સોર્સ દ્વારા તપાસ કરી આ બાબતમાં સંકળાયેલ સાગર નામના શખ્સને શોધી કાઢી તેમની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે બાદ આ વ્યક્તિના બે દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથધરાઇ છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
