તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
ભુંડ આડે આવી જવાથી બાઇક સ્લીપ થયું: આદિત્યાણાના પ્રોઢનું મોત
અર્જુનભાઇ કોડીયાતરે રાજકોટમાં અંતિમશ્વાસ લીધા

રાજકોટ તા. ૧૩: પોરબંદરના આદિત્યાણા ગામે રહેતાં પ્રોૈઢ બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ભુંડ આડે આવી જતાં બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ આદિત્યાણા રહેતાં અર્જુનભાઇ પાંચાભાઇ કોડીયાતર (ઉ.વ.૫૫) તા. ૧૦ના સવારે સાતેક વાગ્યે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ભાણવડના મોડપર પાસે રસ્તા પર ઓચીંતુ ભુંડ આવી જતાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સ્થાનીક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ સાંજે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાણવડ પોલીસને જાણ કરી હતી.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
