<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવતઃ ગિરનાર ૯ ડીગ્રી

લઘુતમ તાપમાનનો પારો ઉંચે જતા ઠંડકમાં રાહત

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે.

ગિરનાર ઉપર ૯ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

રાજકોટમાં ૧પ.૪, જામનગર ૧પ, દ્વારકામાં ૧૯.૮, નલીયામાં ૧૩.ર ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. સોરઠના તાપમાનમાં ૪ ડિગ્રીનો ઘટાડો થતાં સવારે ગિરનાર પર તાપમાન ઘટીને ૯ ડિગ્રી નોંધાયું હતું.

ગિરનાર પર બુધવારે લઘુતમ તાપમાન ૧૩.૪ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે પારો ૪ ડિગ્રી ઘટીને ૯ ડીગ્રીએ સ્‍થિર થતા પર્વતીય વિસ્‍તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

જૂનાગઢમાં પણ લઘુતમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને ૧૪ ડિગ્રી થઈ ગયું હતું રાત્રિનું તાપમાન ૧૫ ડિગ્રી રહ્યા બાદ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહેતા ધુમ્‍મસ છવાઈ ગયું હતું.

બીજી તરફ પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૪ કિલોમીટરની રહેતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ, મહત્તમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૮૪ ટકા, પવનની ગતિ ૩.૭ કિ. મી. રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર                    લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત     ૯.૦ ડીગ્રી

અમદાવાદ ૧૭.૪ ડીગ્રી

બરોડા              ૧૬.૪ ડીગ્રી

ભાવનગર  ૧૭.૬ ડીગ્રી

ભુજ         ૧૭.૮ ડીગ્રી

ડીસા                ૧૪.૮ ડીગ્રી

દીવ        ૧૪.૯ ડીગ્રી

દ્વારકા               ૧૯.૮ ડીગ્રી

જામનગર   ૧પ.૦ ડીગ્રી

કંડલા               ૧૮.૪ ડીગ્રી

નલીયા             ૧૩.ર ડીગ્રી

ઓખા               ર૧.ર ડીગ્રી

રાજકોટ     ૧પ.૪ ડીગ્રી

સુરત               ૧૯.૮ ડીગ્રી

વેરાવળ        ૧૮.૯ ડીગ્રી

(11:27 AM IST)