તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
હળવદ નગરપાલિકાની ચૂંટણીને પગલે સંવેદનશીલ બુથોની મુલાકાત લેતા કલેકટર અને એસપી
મતદાન મથકો ઉપરની વ્યવસ્થા તેમજ મતદાન પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી

(દીપક જાની દ્વારા) હળવદઃ તા. ૧૩: હળવદ નગરપાલિકાની ચૂંટણીને પગલે સંવેદનશીલ બુથોની મોરબી જીલ્લા કલેકટર અને એસપીએ મુલાકાત લીધી હતી. બન્ને અધિકારીઓએ મતદાન મથકો ઉપરની વ્યવસ્થા તેમજ મતદાન પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. હળવદ નગરપાલિકાની ૨૮ બેઠકોની આગામી ૧૬મીએ ચૂંટણી યોજાનાર છે. ૧૪ બિલ્ડીંગમાં ૩૦ બુથ છે. જેમાં ૩૩ હજાર જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જેમાં ૧૧ મતદાન મથકો સંવેદનશીલ છે. આ સંવેદનશીલ મતદાન મથકોની ગઈકાલે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ મુલાકાત લીધી હતી. આ વેળાએ પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, પીઆઇ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. કલેકટર અને એસપી દ્વારા મતદાનની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
