<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

જસદણ શ્રીનાથજી હવેલી દ્વારા ૧૦૮ યમુનાજી લોટી ઉત્‍સવ, ભવ્‍ય છાક મનોરથ, વ્રજકમલ મનોરથ યોજાયો

પૂજ્‍ય ગો. અભિષેકલાલજી મહારાજશ્રીની ઉપસ્‍થિતિમાં ૨૧૦૦ દીકરીઓ સહિત ૫૦૦૦ લોકોએ પ્રસાદ લીધોઃ બેન્‍ડવાજા, કીર્તન મંડળી, રાસમંડળી, ડીજે, ૫૧ બાઈક, કલાત્‍મક છત્રીઓ, બગી સાથેની ભવ્‍યાતી ભવ્‍ય શોભાયાત્રા નીકળીઃ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, હીરા ઉદ્યોગપતિ રૂડાભાઈ ભગત, રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી જસદણ રાજવી સત્‍યજીતકુમાર ખાચર વગેરેની હાજરી

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૩  :. જસદણ શ્રીનાથજી હવેલી દ્વારા જસદણ શહેરમાં ઇતિહાસમાં કયારેય ન નીકળી હોય તેવી ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. વ્રજ કમલ મનોરથ  છાક મનોરથ, લક્ષ્મી સ્‍વરૂપ ૨૧૦૦ દીકરીઓનું પૂજન પ્રસાદ સાથે ૫૦૦૦ ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો.

પુષ્ટિમાર્ગીય  વૈષ્‍ણવ સમાજ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીનાથજી હવેલી જસદણ દ્વારા તાજેતરમાં વૈષ્‍ણવચાર્ય પૂજ્‍ય ગો. અભિષેકલાલજી મહારાજશ્રીની ઉપસ્‍થિતિમાં ૧૦૮ શ્રી યમુનાજી લોટી ઉત્‍સવ, ભવ્‍ય શોભાયાત્રા, શ્રીનાથજી હવેલીમાં ઠાકોરજી સમક્ષ છાક મનોરથ, વ્રજકમળ મનોરથના દિવ્‍ય  દર્શન યોજાયા હતા.

આ પ્રસંગે જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આર.કે. વાટિકા પાર્ટી પ્‍લોટમાં વિશાળ  સમિયાણામાં આ મહોત્‍સવનું ઉદઘાટન વલ્લભાશ્રય હવેલી રાજકોટના ષષ્ઠ ગળહાચાર્ય પૂજ્‍યપાદ ગોસ્‍વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીએ દીપ પ્રગટયથી કર્યું હતું. પૂજ્‍ય મહારાજશ્રીએ પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયની સેવા ભક્‍તિ અને કળષ્‍ણજીવન અંગે પ્રવચન આપ્‍યું હતું.

આ પ્રસંગે ઉપસ્‍થિત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ હવેલી દ્વારા થતા ધાર્મિક ઉપરાંત સામાજિક કાર્યોની નોંધ લઈને હવેલીની કામગીરીને બિરદાવી હતી.  જસદણ રાજવી સત્‍યજીતકુમાર ખાચરે જણાવ્‍યું હતું કે હવેલી દ્વારા સતત વિવિધ ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે અને લોકોની ધાર્મિક ભાવનામાં વધારો થાય છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ વિશાળ મહોત્‍સવના આયોજન બદલ હવેલી પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા. મંચ ઉપર ઉપસ્‍થિત મહોત્‍સવના મુખ્‍ય મનોરથી અગ્રણી હીરા ઉદ્યોગપતિ રૂડાભાઈ ભગતે લક્ષ્મી સ્‍વરૂપ દીકરીઓની પૂજન વિધિ તથા તેઓને મહાપ્રસાદ લેવરાવવા તથા ગિફટ આપવા સહિતના હવેલીના આ કાર્યક્રમને પ્રેરણાદાયી ગણાવ્‍યો હતો. આ પ્રસંગે મહાપ્રસાદના મનોરથી રાજકોટના તોગાભાઈ ધોળકિયા, ૧૦૮  લોટી ઉત્‍સવના મનોરથી સિનિયર જીએસટી કન્‍સલ્‍ટન્‍ટ દિનેશભાઈ ચેતા તથા જૈમીનભાઇ ચેતા, શોભાયાત્રાના મનોરથી  અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ જીવાણી (આર.બી. શાહ), જસદણના અગ્રણી વેપારી સુરેશભાઈ પ્રજાપતિ, કુવારિકાઓને ભેટના મનોરથી રાજકોટના પટેલ સમાજના અગ્રણી પોપટભાઈ ભાલાળા, જસદણ યાર્ડના ડિરેક્‍ટર મહાવીરભાઈ ધાધલ, જસદણના પટેલ સમાજના અગ્રણી રવિન્‍દ્રભાઈ વેકરીયા, અતિથિ વિશેષ તરીકે કિરીટભાઈ આદ્રોજા (એન્‍જલ પંપ), રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ જયંતીભાઈ પરમાર,  જસદણ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ,  સુધીરભાઈ  છાટબાર,  દિનેશભાઈ વેકરીયા,  વિજયભાઈ રાઠોડ પ્રમુખ જસદણ ભાજપ તેમજ અગ્રણી મહેન્‍દ્રભાઈ ગીતા સેલ્‍સ જસદણ, પટેલ સમાજ અગ્રણી રવિન્‍દ્રભાઈ, હેમલભાઈ મોદી સીએ રાજકોટ,  વિરલભાઈ અનડકટ ઉદ્યોગપતિ રાજકોટ, રાજેશભાઈ રાણભાણ (મુંબઈ), અગ્રણી બિલ્‍ડર ધર્મેશભાઈ જીવાણી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રોતાગણમાં બેઠેલી ૨૧૦૦ દીકરીઓ ઉપર મંચ ઉપર ઉપસ્‍થિત અગ્રણીઓના હસ્‍તે ૧૦૮ કિલો ફૂલની પાંદડીથી પુષ્‍પવળષ્ટિ કરીને પૂજન વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં સંચાલન રાજકોટના મનોજભાઈ કલ્‍યાણીએ કર્યું હતું. સ્‍વાગત પ્રવચન હવેલીના મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણીએ તથા પ્રસંગિક પ્રવચન હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે કર્યું હતું. છાક મનોરથના મનોરથી જસદણના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદભાઈ પાટડીયા, વ્રજકમળના મનોરથી સેવાભાવી ડો. દીપકભાઈ રામાણી, શ્રળંગારના મનોરથી રમેશભાઈ સોરઠીયા, ઉદ્યોગપતિ જગદીશભાઈ શાહ, રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ ધારૈયા સહિતના મનોરથીઓએ શુભેચ્‍છા પાઠવી હતી.

 ૧૦૮ યમુનાજી લોટિજીના દર્શન તથા ૧૦૮  દંપતિ દ્વારા પૂજન વિધિ અને સ્‍ટેજ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ ૧૦૮ યમુનાજીના લોટીજી તથા શ્રીનાથજી યમુનાજી અને મહાપ્રભુજીના જીવંત પાત્રો, કીર્તન મંડળી, રાસ મંડળી,  ૫૧ બાઈક, વૈષ્‍ણવજનો, બેન્‍ડવાજા, ડીજે, મહારાજશ્રીની કલાત્‍મક બગી સાથેની ભવ્‍ય શોભાયાત્રા નીકળીને મેઇન બજાર, ટાવર ચોક થઈને હવેલીએ પહોંચી હતી. શોભાયાત્રાના રૂટ ઉપર અનેક જગ્‍યાએ વિવિધ કમાનો, બેનરો સાથે સુશોભન કરવામાં આવ્‍યું હતું. શ્રીનાથજી હવેલી ખાતે વ્રજ કમળ મનોરથ તથા છાક મનોરથના ભવ્‍ય દર્શન યોજાયા હતા. દર્શન  બાદ ૨૧૦૦ દીકરીઓને ભોજન પ્રસાદ અને ગિફટ આપ્‍યા બાદ વૈષ્‍ણવ ભાઈઓ બહેનોએ પ્રસાદ લીધો હતો કુલ ૫૦૦૦ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્‍ટીઓ ભરતભાઈ જનાણી,  ભરતભાઈ ધારૈયા, હસુભાઈ ગાંધી,  બટુકભાઈ તન્ના, અશોકભાઈ  મહેતા, કિશોરભાઈ ગઢવી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા,  કમલેશભાઈ ચોલેરા,  મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા તથા આમંત્રિત ટ્રસ્‍ટી મંડળના કિરીટભાઈ છાયાણી, નરેશભાઈ દરેડ, સંજયભાઈ સખીયા, રમેશભાઈ ગોલ્‍ડન ચા, ચંદુભાઈ ગોટી સહિતના સમગ્ર વૈષ્‍ણવ સમાજના યુવાનો ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(11:43 AM IST)