તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
ગીરમાં ગોળના રાબડાઓ પર SOGએ દરોડા પાડ્યા: તાલાલાના અનેક જગ્યાએ ચેકીંગ
સોડિયમ હાઈડ્રોસલ્ફાઈટ અને સફોલાઈટ નામના કેમિકલનો જથ્થો ઝડપાયો

ગીર સોમનાથ: ગીરમાં ગોળના રાબડાઓ પર SOGએ દરોડા પાડ્યા છે. ઓર્ગેનિકના નામે કેમિકલ વાપરતા રાબડા પર તપાસ હાથ ધરાઇ છે. ગોળમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલનો ઉપયોગ થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
તાલાલાના અનેક જગ્યાએ SOG દ્વારા તપાસ હાથ ધરાઈ. સોડિયમ હાઈડ્રોસલ્ફાઈટ અને સફોલાઈટ નામના કેમિકલનો જથ્થો ઝડપાયો છે. દરોડામાં ઇન્ડસ્ટ્રીયલ એસિડનો જથ્થો પણ ઝડપાયો છે . કેમિકલ, એસિડ સહિતનો 1.15 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગોળ અને કેમિકલના સેમ્પલ ટેસ્ટ માટે મોકલ્યા.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
