<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

જેતપુરમાં બે સ્‍થળેથી પર૮ બોટલ દારૂ પકડાયોઃ એકની ધરપકડઃ બે શખ્‍સો ફરાર

વિરપુર પોલીસે બાઇકમાં વિદેશી દારૂ સાથે નીકળેલ દિપક સાંસલાને ઝડપી લીધો

તસ્‍વીરમાં પકડાયેલ દારૂનો જથ્‍થો નજરે પડે છે. (તસ્‍વીરઃ કેતન ઓઝા-જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૩: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી ના પડધમ લાગી રહ્યા હોય કાયદો વ્‍યવસ્‍થા જળવાઈ રહે માટે શહેર પોલીસ બે સ્‍થળે દરોડા પાડી પર૯ બોટલ દારૂ સાથે એકને ઝડપી લીધો હતો. જયારે બે શખ્‍સો નાસી છુટયા હતા. 

શહેરમાં ચૂંટણીને અનુલક્ષીને ડીવાયએસપી આર. એ.  ડોડીયા ની સૂચના અનુસાર સીટી પી આઈ એ. ડી. પરમાર સ્‍ટાફ ના ભાવેશભાઈ ચાવડા, ચંદ્રસિંહ વસોયા, સાગરભાઇ મકવાણા, ધવલભાઈ ગાજીપરા, શક્‍તિસિંહ ઝાલા, લખુભા રાઠોડ, સાગરભાઇ ઝાપડિયા, ભરતભાઈ ગમારા, અમિતભાઈ સિધ્‍ધપરા, જયદીપભાઇ ધાધલ ને સાથે રાખી શહેર વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ તે દરમિયાન વડલી ચોકમાંથી પસાર થતાં બાતમી મળેલ કે સાગર ઉર્ફે બુધો હરસુખભાઈ સિંગલ અને અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયા બંને વરલી ચોક વિસ્‍તારમાં આવેલ રામદેવપીરના મંદિર પાસે અદેપાડ દાદાના મંદિરમાં ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો રાખ્‍યો હોય જે આધારે પોલીસે રેડ કરતા મંદિરમાંથી ઇંગ્‍લિશ દારૂની જુદી જુદી બ્રાન્‍ડની કુલ બોટલો નંગ ૫૦૦ કિંમત રૂ. ૧,૬૩,૯૮૦ નો મુદ્દામાલ મળી આવેલ જોકે રેડ દરમિયાન મંદિરમાં સાગર સિંગલ કે અનિલ બારૈયા હાજર ન હોય પોલીસે દારૂનો જથ્‍થો કબજે કરી બંને શકશો વિરુદ્ધ ગુનો નોંધેલ.

  બીજી રેડમાં રાત્રિના સમયે જ આજ વિસ્‍તારમાં જાહેર શૌચાલય સામે રહેતો શખ્‍સ મહેશ ઉર્ફે ભીમો સિંગલ પોતાના રેણાક મકાનમાં દારૂનો જથ્‍થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરતા મહેશ તેના ઘેર હાજર ન હોય તેમના પત્‍ની હાજર હોય પોલીસે તપાસ કરતા રૂમમાં કપડાના ઢગલા નીચેથી ઇંગ્‍લિશ દારૂની બોટલો નંગ ૨૮  કિંમત રૂ. ૧૫૦૦૦ નો મળી આવેલ જોકે રેડ દરમિયાન મહેશ હાજર ન હોય પોલીસે દારૂનો જથ્‍થો કબજે કરી મહેશ વિરુદ્ધ શહેર પોલીસમાં ગુનો નોંધેલ.     તેમજ વીરપુર પોલીસે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હોય વીરપુર ગામે રાણબાગ જવાના રસ્‍તેથી પસાર થતાં ત્‍યાં બરફના કારખાના પાસે એક શખ્‍સ શંકાસ્‍પદ હાલતમાં એકટીવા લઈ ઉભો હોય પોલીસે તેને તપાસતા ડેકી માંથી ઇંગ્‍લિશ દારૂની બોટલ નંગ એક કિંમત રૂ. ૫૬૧ ની મળી આવતા વીરપુર પોલીસે એકટીવા ચાલક દિપક ઉર્ફે દિપો નાથાભાઈ સાંસલા (રહે. રાધાકળષ્‍ણ સોસાયટી વીરપુર)ને દારૂની બોટલ નંગ એક તથા મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૦,૫૬૧/- ના મુદ્દા માલ સાથે પકડી પાડેલ.

(2:40 PM IST)