<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

વેરાવળ પાલિકાના પુર્વ પ્રમુખ કીશોર કુહાડાએ જમીન ઉપર કબજો કરતા આકરી કાર્યવાહી

સરકારી જમીન ભાડે આપવાના કૌભાંડમાં કલેક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજાની કડક કાર્યવાહીઃ કલેક્‍ટરના માર્ગદર્શનમાં કાર્યવાહી કરી અંદાજિત રૂ.૪ કરોડની જમીન ખાલી કરાવાઈ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: કલેક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પ્રભાસ પાટણ વિસ્‍તારમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્‍તકની અંદાજિત ૩,૨૦૦ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી આશરે રૂ.૪ કરોડની જમીનનું અનધિકળત દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

પ્રભાસ પાટણ વિસ્‍તારમાં ભાલકા મંદિરથી ભીડિયા તરફ જતાં રોડ પર નારાયણ આઈસ ફેકટરીની પાછળના ભાગે આવેલી ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્‍તકની જમીન પર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા અનધિકળત કબ્‍જો કરવામાં આવ્‍યો હતો.

કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા જમીન પર કબજો કરી અને ગેરકાયદેસર ધોરણે સિઝનલ રૂ.૪૦,૦૦૦/- ભાડેથી જેમ્‍સ રોબર્ટ પીઆરને આપવામાં આવી હતી.

જે અન્‍વયે ગુજરાત મેરિટાઈમ બોર્ડના અધિકારી દ્વારા કલેકટર દિગ્‍વિજયસિંહ જાડેજાને દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્‍યાને લઈ કલેકટરશ્રી દ્વારા તાત્‍કાલિક મામલતદારશ્રી વેરાવળ શહેરને સૂચના આપતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીશ્રીઓને સાથે રાખીને ગેરકાયદેસરના કબ્‍જા વાળી જમીન પરનું અનધિકળત દબાણ ખૂલ્લું કરાવવામાં આવ્‍યું હતું.

આ દબાણ ખૂલ્લું કરવા અંગે કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત મેરિટાઈમ બોર્ડની રજૂઆતને ધ્‍યાને લઈ જમીનના ટાઈટલ અંગે પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ જેમ્‍સ રોબર્ટ પીઆર જણાવ્‍યું હતું અને માહિતી આપી હતી કે આ જગ્‍યા કિશોરભાઈ કુહાડા પાસેથી માસિક રૂ. ૪૦ હજારમાં ભાડે રાખેલી છે.

કલેક્‍ટરશ્રીએ વધુમાં જણાવ્‍યું કે, છેલ્લા પાંચ વર્ષથી આ જગ્‍યા ભાડે વ્‍યવસાયિક ધોરણે ચાલતી હતી. આ બાબતે રેકોર્ડ ચકાસતાં આ પ્‍લોટ ગુજરાત મેરિટાઈમ બોર્ડની માલિકીનો નીકળ્‍યો હતો. જે લીઝ પર કે અન્‍ય કોઈ કરાર પર નહોતો.

જે બાબતે જી.એમ.બી.ના પ્‍લોટ ઓફિસરને જણાવી જી.એમ.બી.ની રજૂઆતને ધ્‍યાને રાખીને સિટી મામલતદાર સહિતના અધિકારીઓને સાથે રાખીને આશરે રૂ. ૪ કરોડની કિંમતની જમીન ખાલી કરાવવામાં આવી હતી.

(1:40 PM IST)