<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

માટી ખોદકામ કરી બારોબાર વેચતા શખ્‍સ વિરૂધ્‍ધ કલેક્‍ટરના માર્ગદર્શનમાં કડક કાર્યવાહી

અંદાજિત રૂ.૨૦ લાખની કિંમતનું જે.સી.બી મશીન સીઝ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: કલેક્‍ટર  દિગ્‍વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તેમજ નિવાસી અધિક કલેક્‍ટર રાજેશ આલની સૂચના હેઠળ સવની ગામે માટી ખોદકામ કરી બારોબાર વેચતા ઈસમ પર મામલતદાર વેરાવળ (ગ્રામ્‍ય) તથા ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સવની ગામે ગ્રામ પંચાયત ગૌચરની સર્વે નંબર ૩૮ પૈકી જમીનમાં સવની ગામના બાબુભાઈ માવદિયા દ્વારા જે.સી.બી. મશીન રાખી લાઇમ સ્‍ટોન/ માટીનું ખોદકામ કરી બારોબાર વેચતા હોવાની બાતમી મળી હતી.જે અન્‍વયે મામલતદાર વેરાવળ (ગ્રામ્‍ય) તથા ટીમને સાથે રાખી આકસ્‍મિક મુલાકાત લીધી હતી. જેથી સ્‍થળ પર ખોદકામ ચાલુ હોવાની જાણ ભૂસ્‍તરશાસ્રીની ટીમને કરી હતી.આ સાથે જ સ્‍થળ ઉપરથી અંદાજિત રૂ.૨૦ લાખની કિંમતનું જે.સી.બી મશીન સીઝ કરી અને આગળની કાર્યવાહી કરવા ભૂસ્‍તરશાસ્રી ગીર સોમનાથની ટીમને સોપવામાં આવ્‍યું હતું.

(2:40 PM IST)