<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

જામનગરમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની શોભાયાત્રા

૧૯ મીએ મૂર્તિ સાથેના ફલોટ્‍સનું નગર ભ્રમણ ગણેશ મરાઠા મંદિર ચાંદી બજાર દ્વારા સવારે મહાકાળી મંદિર-પસાયા થી જામનગર સુધી મશાલયાત્રા

જામનગરઃ તા ૧૨, આ વખતે પણ શ્રી ગણેશ મરાઠા મંડળ - ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની જન્‍મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે, અને ૧૯ મી  બુધવારનાં રોજ સવારે ૭ વાગ્‍યે મહાકાળી મંદિર, પસાયા થી જામનગર સુધી મશાલ યાત્રા નું આયોજન કરાયું છે. તેમજ સાંજે પ વાગ્‍યે ચાંદી બજાર વિસ્‍તારમાંથી શોભાયાત્રા યોજાશે. જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્‌લોટ્‍સ તૈયાર કરાશે, તેમજ શિવાજી મહારાજ ની વેશભૂષા ધારણ કરીને શુશોભીત ઘોડા પર નગર ભ્રમણ કરાવાશે. જામનગરમાં ચાંદીબજાર વિસ્‍તારમાં છેલ્લા ૩૯ વર્ષથી ગણેશ મહોત્‍સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે સતત ત્રીજી વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવશે.

 બુધવારના દિવસે ૩૯૮મી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્‍મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્‍યે ચાંદી બજાર વિસ્‍તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્‍યું છે.

શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્‍ટ્રલ બેન્‍ક રોડ, હવાઈ ચોક, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બજારમાં પરિપૂર્ણ થશે. જેમાં સર્વે નગરજનોએ ઉપસ્‍થિત રહેવા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે

(2:40 PM IST)