તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
સુરેન્દ્રનગર કોર્પોરેશનના એન્જીનીયર નીલેશ દુધરેજીયાનો આપઘાત
રેલ્વે ટ્રેક ઉપર જઇને ટ્રેન હેઠળ ઝંપલાવીને મોત મીઠુ કરી લેતા અરેરાટીઃ કામનું ભારણ કે અન્ય કોઇ કારણ? તેની તપાસ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયર નીલેશ દુધરેજીયાએ જોરાવરનગર રેલવે સ્ટેશન પર પસાર થઈ રહેલી ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી છે. પ્રાથમિક માહિતી અનુસાર કામના ભારણના કારણે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ અચાનક જ આત્મહત્યા કરી લેતા પરિવારજનો પણ સ્તબધ બની ગયા છે અને દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આત્મહત્યા કરવા પાછળનું કારણ શું તે પણ અનેક પ્રકારના હાલ સવાલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે અને હાલમાં સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના એન્જિનિયર એ અચાનક જ રેલવે ટ્રેક ઉપર જઈ અને પોતાની જાતે આત્મહત્યા કરી લેતા અરેરાટી ભર્યો બનાવ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કર્મચારીઓમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી છે. ત્યારે હાલમાં રેલવે પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને નગરપાલિકાના સ્ટાફના માણસો પણ ઘટના સ્થળે પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.
અકાળે એન્જિનિયરે આત્મહત્યા કરતા પરિવારજનો પણ ભાંગી પડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એન્જિનિયરની આત્મહત્યા પર સવાલો પણ ઉઠ્યા છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ શું હશે? તેવા અનેક પ્રકારના સવાલો હાલમાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
