<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

સુરેન્‍દ્રનગર મહાનગર પાલિકાના એન્‍જીનીયર દુધરેજીયાએ કામના ભારણના લીધે ટ્રેનના પાટા ઉપર જીવ દઇ દીધો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૪: સુરેન્‍દ્રનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત એન્‍જિનિયર નિલેશ દૂધરેજિયાએ આજે   સવારે જોરાવરનગર રેલ્‍વે સ્‍ટેશન નજીક ટ્રેન નીચે કૂદીને આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ છે.સવારે શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરીમાં ભાગ લીધા બાદ દૂધરેજિયાએ આ પગલું ભર્યું હતું.આત્‍મહત્‍યાના સમાચાર ફેલાતા જ લોકોનું ટોળું ઘટનાસ્‍થળે એકઠું થઈ ગયું હતું. પોલીસે તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચીને મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સરકારી હોસ્‍પિટલમાં ખસેડ્‍યો હતો.પોલીસે આ દુર્ભાગ્‍યપૂર્ણ ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. એન્‍જિનિયર દૂધરેજિયાએ આટલું અંતિમ પગલું કેમ ભર્યું તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી. પોલીસ તેમના પરિવાર અને સાથીદારોની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાથી સમગ્ર સરકારી તંત્રમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પોલીસ તેમના પરિવારજનો અને સહકર્મચારીઓની પૂછપરછ કરી રહી છે.  બાબત એવું પણ કહેવાય છે કે જવાબદારો દ્વારા તેવો ને પોતે ઈજનેર હોવા છતાં પોતાને જે કામ માટે નગરપાલિકાએ નોકરી આપી હતી તેના બદલે જવાબદારોએ તેવો ને લાઇબ્રેરીના બજેટ બાબત નું તેવો ના વિષય સિવાયનું કામ તેવોને પરાણે આપ્‍યું હતું અને તેવો પર આ બાબત નું કામ ચોકસાઈ પૂર્વકનું કરી આપવા દબાણ કરવામાં આવતું હતું આ દબાણ સહન ન કરી શકતા રજુઆત પણ કરી હતી પણ ઉધ્‍ધાતાઈપૂર્વક નો જવાબ આપી તેઓને સોંપેલું કામ જ તેઓએ કરવાનું રહેશે તેવો આદેશ કરવામાં આવ્‍યો હતો જેના કારણે તેઓ ખૂબ માનસિક યાતના ભોગવતા હોવાથી તેઓએ  પોતાનું જીવન આવી રીતે ટૂંકાવી પોતાના પરિવાર ને નોધારા મૂકી આપઘાત કર્યો છે.(૨૩.૧૦)

(11:02 AM IST)