<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ભુજમાં જૈન શ્રાવિકાનો સંથારો સીઝી ગયો: બપોરે ૩ વાગ્યે પાલખી યાત્રા

મીડિયા સાથે સંકળાયેલા ધવન શાહના માતૃશ્રી યશવંતીબેનનો સંથારો ૧૦ માં ઉપવાસે સીઝી ગયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :  ભુજના સુશ્રાવિકા યશવંતીબેન વિનોદભાઈ શિવલાલ શાહે પોતાના આત્મશ્રેયાર્થે અનશન તપ ની આરાધના આદરેલ હતી. આજે દશમાં ઉપવાશે તેમનો સંથારો સિઝી ગયેલ છે. પાલખી યાત્રા આજે બપોરે ૩ વાગ્યે તેમના નિવાસ સ્થાન યશ કુટિર, ૪, આદર્શ સોસાયટી, ડો. ભાદરકા હોસ્પિટલ સામે, હોસ્પિટલ રોડ, ભુજથી નીકળશે. સદ્દગત યશવંતીબેનનું જીવન ધર્મના રંગે રંગાયેલું હતું. તેઓ કચ્છમાં ઇલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે વર્ષોથી સંકળાયેલા ધવન શાહના માતૃશ્રી, પૂર્વ મામલતદાર સ્વ. વિનોદભાઈ શિવલાલ શાહના ધર્મપત્ની અને કચ્છના વર્ષો જુના સાપ્તાહિક “જાગૃત કદમ” ના સ્વ. તંત્રી સવિતાબેન શાહના ભાભી થતા હતા. ભુજ આઠ કોટી નાની પક્ષ જૈન સંઘના પ્રમુખ નીતિનભાઈ શાહ તેમ જ સમસ્ત જૈન સમાજે તેમની અનશનવ્રતની ઉગ્ર આરાધનાની અનુમોદના કરી શ્રદ્ધાંજલિ અર્પી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જૈન ધર્મ પરંપરામાં અનશનવ્રતની આરાધના શ્રાવક ધર્મનું ત્રીજું મનોરથ ગણાય છે.

(11:23 AM IST)