તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
પોરબંદરમાં વિમા પોલીસીના ખોટા દસ્તાવેજના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

પોરબંદર, તા., ૧૪ : વિમા પોલીસીના ખોટા દસ્તાવેજ બનાવવાના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા દેવ પૃથ્વીસભાઇ જોષીને પોલીસે પકડી લીધો છે.
પો.સબ ઇન્સ. એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડને એએસઆઇ જે.આર.કટારા તથા પો.હેડ કોન્સ. હરેશભાઇ સિસોદીયા તથા વજશીભાઇ વરૂ નાઓની સંયુકત બાતમી રાહે ઉદ્યોગનગર પો.સ્ટે. આઇપીસી ક.૪૬પ, ૪૬૮, ૪૭૧ મુજબના નાસતો ફરતો આરોપી દેવ પૃથ્વીશ જોષી રહે. બોરીવલી (વેસ્ટ) મુંબઇવાળો હાલ મુંબઇ ખાતે હોવાની જે હકીકત આધારે મુંબઇ જઇ તપાસ કરતા આરોપી મળી આવેલ જેને ગુન્હાની કબુલાત આપતા આગળની તપાસ થવા સારૂ ઉદ્યોગનગર પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર પેરોલ ફર્લો સ્કોડ પો.સબ ઇન્સ. એચ.એમ.જાડેજા તથા એએસઆઇ એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિ.કે.બોદર તથા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા તથા પ્રકાશભાઇ નકુમ તથા વજશીભાઇ વરૂ તથા હરેશભાઇ સીસોદીયા તથા કેશુભાઇ ગોરાણીયા તથા જેતમલભાઇ મોઢવાડીયા તથા કોન્સ્ટેબલ આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ કરવામાં આવેલ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
