<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ધોરાજી નગરપાલિકા ચૂંટણી : રવીવારે ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તૈયારીઓનો ધમધમાટ

ડેપ્‍યુટી કલેકટર તેમજ પોલીસ દ્વારા રેપિડ એક્‍શન ફોર્સના માધ્‍યમથી ફલેગ માર્ચ કર્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧૪: ધોરાજી નગરપાલિકા ચૂંટણી આગામી તા. ૧૬ ને રવીવારે યોજાનાર ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે જીલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ધોરાજી નાયબ કલેકટર સહિત નાં અધીકારી ઓ ની ટીમે તેયારી ઓ ને આખરી ઓપ અપાયો હતો.

આ ચૂંટણી માટે ઉમેદવારોના ક્રમાંક અને ચૂંટણી ચિહન સાથે ઇવીએમ મશીન તૈયાર કરી દેવામાં આવેલ છે. આ ઇવીએમ મશીન પોલીસ બંદોબસ્‍ત હેઠળ તથા સ્‍ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્‍યા છે.

સૂત્રો એ જણાવ્‍યું હતું કે, નગરપાલિકા ચૂંટણીમાં મતદાન મથકો ખાતે પોલીસ કર્મચારી અને જીઆરડી જવાન નો બંદોબસ્‍ત ગોઠવણી કરાશે  સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવનાર છે. મતદાન દરમિયાન પોલીસ વાહનો નૂ રાઉન્‍ડ ધ કલોક પેટ્રોલીંગ કરાશે.

ધોરાજીના ડેપ્‍યુટી કલેક્‍ટર નાગાજણ તરખાલા તેમજ ધોરાજીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રવિ ગોધમ સાથે રેપિડ એક્‍શન ફોર્સની ટીમ દ્વારા ફલેગ માર્ચ શહેરના વિવિધ માર્ગો ઉપર કરવામાં આવેલ.

ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં  સવારના ૭થી સાંજના ૬ સુધી મતદારો મતદાન કરી શકશે. સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેના પરત્‍વે તંત્ર દ્વારા ધ્‍યાન કેન્‍દ્રિત કરાયું છે મતદારો આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સ ઓળખનો પુરાવો રજુ કરીને પણ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. દિવ્‍યાંગ મતદારો માટે મતદાન મથકો પર વ્‍હીલચેરની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ધોરાજી નગરપાલિકા ચૂંટણી માં ૩૪૮૮૮ પુરૂષ ,૩૩૪૬૭સ્ત્રી, અન્‍ય ૧ સહિતના કૂલ ૬૮૩૫૬ મતદારો  નગરપાલિકા ચૂંટણી નાં ઉમેદવારોનુ ભાવી મતદાનનાં દિવસે મતદાન કરી ને નક્કી કરનાર છે ધોરાજી નગરપાલિકા ચૂંટણી મતદાન રવીવારે યોજાનાર છે ત્‍યારે ધોરાજી નાયબ કલેકટર નાગાજણ તરખાલા , ધોરાજી મામલતદાર પંચાલ સહિતના અધિકારીઓ ની ટીમે ચૂંટણી કામગીરી ની તેયારી ઓ ને આખરી ઓપ અપાયો છે

(12:14 PM IST)