<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સના ૧૦ કારોબારી સભ્‍યોની ચૂંટણી

ભરેલા ઉમેદવારી ફોર્મ ૧૮મી સુધી સ્‍વીકારાશે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર , ૧૪: ચેમ્‍બર ઓફ કોમર્સ કારોબારી સમિતિ ના ૧૦ સભ્‍યોની ચૂંટણી રોસ્‍ટર મુજબ તા. ૨૭ એ યોજાશે.

ચેમ્‍બરના કારોબારી સભ્‍યોની ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ થયું છે. ભરેલા ઉમેદવારી ફોર્મ ૧૮ મીએ સાંજે ૫ સુધી પરત કરવાના રહેશે. ચેમ્‍બરના બંધારણ મુજબ ચેમ્‍બરના ૧૦ સભ્‍યોની ચૂંટણી યોજાશે આ ચૂંટણી પૂર્ણ થયા બાદ તે સાંજ થી મતગણતરી કરાશે.

(2:24 PM IST)