<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ધ્રાંગધ્રા પાસે ટેન્‍કરમાંથી થઇ રહેલ કેમીકલ ચોરીનું કોૈભાંડ ઝડપાયુઃ ૪ ઝડપાયાઃ ૭ આરોપી ફરાર

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૪: સ્‍ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એન.ગોહિલ તથા ટીમ તપાસમાં હતી. દરમિયાન સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ધાંગધ્રા બાયપાસ હાઈવે પર રામાપીર મંદિર નજીકથી એસ.એમ.સી.ની ટીમે ટેન્‍કરમાંથી થઈ રહેલી કેમિકલ ચોરીના કારસ્‍તાનને ઝડપી લીધું હતું. પોલીસે દરોડા દરમિયાન અહીંથી ટેન્‍કરમાં રાખેલ ૩૦ હજાર કિલો કેમિકલ કિં.રૂ. ૩૩.૩૦ લાખ તથા કેરબામાં રહેલ ૧૭૫ કિલો કેમિકલ કિં.રૂ. ૧૯,૪૨૫ સહિત કુલ રૂ. ૩૩.૪૯ લાખની કિંમતનું કેમિકલ કબજે કયુ હતું. આ ઉપરાંત ટેન્‍કર સહિત બે વાહન ચાર મોબાઇલ રોકડ, ૩૫ બેરલ, ૨૦ કેરબા, કેમિકલ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વીજ મોટર, ચાર પાઇપ સહિત કુલ પિયા ૮૩,૮૯,૦૭૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન ચાર આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં રમેશ કુરજીભાઈ મીણા(ઉ.વ ૫૦), રાકેશ હીરાલાલ મીણા(ઉ.વ ૨૭), રમેશ મોહનભાઈ મીણા(ઉ.વ ૪૦ રહે. ત્રણેય હાલ, ધાંગધ્રા, મૂળ, રાજસ્‍થાન) તથા સાવન ધનજીભાઈ રાજગોર (રહે. આદિપુર, અંજાર, કચ્‍છ)ને ઝડપી લીધા હતા.

પોલીસની તપાસમાં અહીં ટેન્‍કરમાંથી મોટર મારફત કેરબામાં કેમિકલ કાઢી લઈ કેમિકલ ચોરીનું કારસ્‍તાન ચાલી રહ્યું હતું. આ કેમિકલ ચોરીમાં સાત શખસોના નામ ખુલ્‍યા છે. જેમાં ધ્રાંગધ્રાના યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા, શૈલેષ પટેલ અને એક  ધારક, રાહત્‍પલ, જીવો (રહે ધ્રાંગધ્રા, મૂળ, રાજસ્‍થાન) અને ચીકુ (રહે હાલ ધ્રાંગધ્રા મૂળ રાજસ્‍થાન) તથા આઇસર ટેન્‍કર ન.ં જીજે ૧૨ સીટી ૫૭૫૫ ના ચાલક સહિત આ સાતેય શખસોને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે.

ફરાર આરોપીઓમાં યુવરાજ કિરીટસિંહ જાડેજા, શૈલેષ પટેલ (બંને ધાંગધ્રાના), રાહુલ, જીવોભાઈ, ચીકુ અને અન્‍ય બે વ્‍યક્‍તિઓનો સમાવેશ થાય છે. પોલીસે કુલ ૧૧ શખ્‍સો વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.આ ઓપરેશનમાં પીએસઆઇ બી.એન.ગોહિલ અને તેમની ટીમે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલમાં ધાંગધ્રા તાલુકા પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે.

(12:43 PM IST)