News of Friday, 14th February 2025
જૂનાગઢઃ અંધ કન્યા છાત્રાલયમાં-લેઉવા પટેલ જ્ઞાતિની અંધ દીકરીની શ્રીફળ વિધી યોજાઈ

જૂનાગઢઃ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ જુનાગઢ ના સંયુક્ત ઉપક્રમે સેજની ટાંકી પાસે, જવાહર રોડ, જુનાગઢ સ્થિત અંધ કન્યા છાત્રાલય ચલાવવામાં આવે છે, જેમાં જ્ઞાતિના ભેદભાવ વગર રહેતી પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ માટે રહેવા - જમવા નો કોઈ ચાર્જ લેવામા આવતો ન હોવાનું જણાવાયું છે.ઉપરાંત દાતાશ્રીઓના સહયોગથી તેમની કોલેજની ફી પણ ભરી આપવામાં આવે છે. આવી માનવીય સંસ્થા માં રહીને અભ્યાસ કરતી લેઉવા પટેલ જ્ઞાતિની પ્રજ્ઞાચક્ષુ દિકરી કુ.ચંપાબેન ગોબરભાઇ આંસોદરીયા ની મોરબી નિવાસી પ્રજ્ઞાચક્ષુ શ્રી મયુરભાઈ ગોવિંદભાઈ ગજેરા સાથે બંને પ્રજ્ઞાચક્ષુ દીકરા-દીકરી ઓની સહમતીથી તેમના માતા પિતા તેમજ કુટંબીજનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વિધિ ( સગાઈ વિધી ) કરવામાં આવી. આ સંસ્થા માટે પ્રથમ પ્રયાસરૂપ અને સમાજને નવો રાહ બતાવતો નવતર પ્રયોગરુપ બંને પક્ષના સગા વહાલા દ્વારા ગોળ-ધાણા ખાઈને સબંધ નક્કી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી, અરવિંદભાઈ મારડિયા, બટુકબાપુ, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, કિરીટભાઈ ચંદારાણા, ગીરીશભાઈ મશરૂ, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, રાજેન્દ્રભાઈ ચુડાસમા, દયાબેન માણેક, જયાબેન પરમાર, અને મનોજભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
