<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

સાવરકુંડલાના ધારાસભ્‍ય જેટલા બોલકા છે એટલા કામો નથી કર્યાઃ શહેરમાં ધૂળ ઉડે છેઃ જેનીબેનના ભાજપ ઉપર પ્રહાર

 

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૪: નગર પાલિકા ની વોર્ડ નબર ૩ ની પેટા ચૂંટણી ની સભાને સંબોધતા ગેનીબેન ઠાકોર અને જેનીબેન ઠુમરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરેલ.

  ગેનીબેન ઠાકોરે જણાવેલ હતું કે આ  જોગીદાસ બાપુ ખુમાણ નો જિલ્લો છે બહેન દીકરી ઉપર અન્‍યાય થાય તે સહન ન કરી લેવાય અને સત્તા માં બેઠેલા ઓ માટે  શરમ કહેવાય .ભાજપ સરકાર માં બહેન દીકરી નું સરઘસ નીકળે તો સામાન્‍ય બહેન દીકરીનું શું થતું હશે ભાજપ સરકાર માં દારૂ વેચનાર બૂટલેગરો નું સરઘસ નીકળ્‍યું ડ્રેસ પકડાય તેનું સરઘસ નીકળ્‍યું કરોડનું ફુલેકું ફેરવનાર નું સરઘસ ન નીકળ્‍યું આ આ ભાજપ ની સરકાર માં અન્‍યાય થતો હોય તેવી જનતા માટે કોંગ્રેસ હમેશા લડતી આવી છે

આ તકે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પાંખ ના પ્રમુખ જેનીબેન ઠુંમર જણાવેલ હતું કે સાવરકુંડલા ના ધારાસભ્‍ય જેટલા બોલકા છે એટલું કામ નથી કર્યું શહેર માં તો પાક્કા રસ્‍તા ના અભાવે ધૂળ ઉડે છે શ્રી ઠુંમર એમ પણ જણાવેલ કે આ ભાજપ વાળા ચૂંટણી આવે એટલે આંબા આંબલી બતાવશે મત લેવા માટે સવ થી વધુ બીકણ લોકો બેઠા છે ભારતીય જનતા પાર્ટી મા ભાજપ ના એક પણ નેતાઓએ પાયલ ગોટી  ની માફી નથી માગતા  તેમ કહી ભાજપ ઉપર વધુ પ્રહારો કર્યા હતા

   આ તકે પૂર્વ ધારાસભ્‍ય શ્રી દૂધાતે જણાવેલ હતું કે ભાજપ ના શાસન માં ભ્રષ્ટાચાર થયો છે તેના દાખલા આપી એ એટલા ઓછા પડે તેમ છે

સાવરકુંડલા નગર પાલિકા માં કોંગ્રેસ નું બોર્ડ હતું ત્‍યારે દિલ્‍હી  સુપ્રીમ કોર્ટ સુધી લડી ૨૫૦ કરોડ ની જમીન નગર પાલિકા ને સોંપી છે તે કોંગ્રેસ ની દેન છે

ભાજપ ના શાસન માં પાયલ ગોટી ને હળાહળ અન્‍યાય કર્યો ત્‍યારે તે પાયલ દીકરી ને ન્‍યાય અપાવવા કોંગ્રેસે લડત આપી ભાજપ વાળા ને થૂંકેલું ચટાવ્‍યુ હોય તો તે કોંગ્રેસ જ જનતા માટે લડત આપે છે કોંગ્રેસે કામ કર્યા છે તેના મતો માંગીએ છીએ ભાજપે શું કર્યું છે ? શ્રી દુધાતે વધુ માં કહેલ કે વાવાઝોડા વખતે શું મે કામ નથી કર્યું ?

  એટલે જનતા ની યાતના માં કોંગ્રેસ જ ઊભી હોય છે  આ તકે પૂર્વ કળષિમંત્રી ધીરુભાઈ દૂધવાળા ચંદ્રેશભાઇ રવાણી હસુભાઈ સૂચક વલ્લભભાઈ જીજવાડીયા કનુભાઈ ડોડીયા વિગેરે આગેવાનો એ કોંગ્રેસ ના ઉમેદવાર રમેશભાઈ  જયાણી ને વિજયવત  બનાવવા ની અપીલ સાથે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા  આ કાર્યક્રમ નું સંચાલન કિરીટભાઈ દવે એ કરેલ હતું

(2:14 PM IST)