તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
સૌરાષ્ટ્ર -કચ્છમાં ઠંડી ઘટી પણ ગિરનાર ઉપર ૮.૬ ડીગ્રી બીજા દિ'એ

રાજકોટ, તા.૧૪ : સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો ઉપર ચડતો રહેતો હોય થોડા દિ'થી બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે તેમાં પણ મોડી રાતથી વ્હેલી સવાર સુધી ઠંડક રહેતી હોય જે આજે સવારે પણ યથાવત રહી હતી.
જેમાં પણ જુનાગઢના અહેવાલ મુજબ બીજા દિવસે પણ ગિરનાર પર્વત પર ૮.૬ ડિગ્રી તાપમાન નોંધાતા સવારે ઠંડીનો પ્રવાસીઓ સહિતના લોકોને સામનો કરવો પડ્યો હતો.
જ્યારે જુનાગઢ ખાતે સવારે લઘુતમ તાપમાન ઘટીને ૧૩.૬ ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૭ કિલોમીટરની રહેવા પામી હતી.
બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ વિગત મુજબ લઘુતમ તાપમાન ૧૬, મહતમ તાપમાન ૩૧.૬, ભેજનું પ્રમાણ ૭૩% તથા પવનની ગતિ ૩.૩ કિ.મી. રહી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
