<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

રાજકોટ - જામનગર હાઇવે પર કારનું ટાયર ફાટતા પલ્‍ટી મારી ગઇ ૧૮ ને ઇજા

ગઢડા ગામના પાટીયા પાસે બનાવ : જાયવા ગામનો પરિવાર ફતેપર ગામથી લૌકિકક્રીયાએથી પરત ફરી રહ્યો હતો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા ગઢડા ગામના પાટીયા પાસે ફતેપર ગામથી લોકક્રીયા એથી પરત ફરતા હતા. દરમિયાન મારૂતીની સુપર કેરી ગાડીનું ટાયર ફાટતા કાર પલ્‍ટી મારી ગઇ હતી.

આ અકસ્‍માતમાં કારમાં સવાર જાયવા ગામનાં એક જ પરિવારના ૧૮ માંથી ૧૬ લોકોને નાની ઇજાઓ પહોંચી હતી. બે વ્‍યક્‍તિને વધુ ઇજા થતા જામનગર ખસેડવામાં આવ્‍યા હતા. તમામ લોકોને સૌ પ્રથમ ધ્રોલ સરકારી હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તમામને ૧૦૮ની મદદથી ધ્રોલ ખાતે સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.  ઇજાગ્રસ્‍તોના નામ આ મુજબ છે.અરજણભાઇ નાજીભાઇ ચાવડીયા(ઉ.૩૬), હરજીભાઇ રાજીભાઇ ચાવડીયા(ઉ.૪૦), બાબુભાઇ હિરાભાઇ ચાવડીયા (ઉ.૪૫), જયાબેન લાલજીભાઇ ચાવડીયા(ઉ.૪૫), શિતલબેન બાબુભાઇ ચાવડીયા (ઉ.૩૫), મયાભાઇ પાંચાભાઇ ચાવડીયા (ઉ.૩૦), કંકુબેન હિરાભાઇ ચાવડીયા (ઉ.૫૪), રેવાભાઇ પુનાભાઇ ચાવડીયા (ઉ.૫૫), ભુરાભાઇ પુનાભાઇ ચાવડીયા (ઉ.૬૦), બાબુભાઇ મોતીભાઇ ચાવડીયા (ઉ.૬૦), કારીબેન ખોડાભાઇ ચાવડીયા (ઉ.૩૫), વજીબેન જગાભાઇ ચાવડીયા(ઉ.૩૪), કિરણબેન રાજુભાઇ બાંજીવા (ઉ.૩૦), હિરીબેન સિંધાભાઇ ચાવડીયા (ઉ.૪૭), તૃપ્‍તીબેન કરણાભાઇ ચાવડીયા (ઉ.૪૭), મધુબેન અજયભાઇ ચાવડીયા (ઉ.૩૬), પુનીબેન વીભાભાઇ ચાવડીયા (ઉ.૪૦), સુમિતાબેન મયાભાઇ ચાવડીયા (ઉ.૪૦). (૪૦.૨૨)

(3:54 PM IST)