<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

સમસ્ત ગુજરાત કાસુન્દ્રા પરિવાર દ્વારા રવિવારે મહા વિષ્ણુ યાગનું આયોજન : 5000 હજાર પરિવાર સાથે પ્રસાદ લેશે

મહાપ્રસાદના દાતા તરીકે મોરબીના રવાપર ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા પરિવાર રહેશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ધ્રોલ તાલુકાના ખેરવા ગામે બિરાજમાન સમસ્ત કાસુન્દ્રા પરિવારના સુરાપુરાદાદાના સાનિધ્યમાં સાનિધ્યમાં આગામી રવિવાર ને તા 16 ના રોજ મહાવિષ્ણુ યાગનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
યજ્ઞનો સવારે સુભારંભ થયા બાદ બપોરે એક વાગ્યે શ્રીફળ આહુતિ અર્પણ કરવામાં આવશે.
આ તકે ગુજરાત ભરમાં વસવાટ કરતા અંદાજે 5000 કાસુન્દ્રા પરિવારના સભ્યો સુરાપુરા દાદાનો પ્રસાદ લેશે. મહાપ્રસાદના દાતા તરીકે મોરબીના રવાપર ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા પરિવાર રહેશે. યજ્ઞ સહીતની માહિતી માટે હરિભાઈ કાસુન્દ્રા ( મોં 9510010046 ) નો સંપર્ક કરવા  પ્રમુખ પ્રાણજીવન ભાઈ નાગજીભાઈ કાસુન્દ્રાની યાદીમાં જણાવાયુ છે.


 

(6:28 PM IST)