News of Saturday, 15th February 2025
ઉપલેટામાં રાજકોટના બુટલેગર નિલ કાલરીયા ની પાસા માં અટકાયત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૫: રાજકોટ રૂરલ SP અશોકકુમાર યાદવ ની સુચના હેઠળ LCB ના PI વી વી ઓડેદરા તથા ઉપલેટા PI બી આર પટેલ સહિતના સ્ટાફે ઈંગ્લિશ દારૂ વેંચતા અવારનવાર પકડાયેલા બુટલેગર મુળ ઉપલેટા બસ સ્ટેન્ડ પાછળ આદર્શ સોસાયટી હાલ ૮૦ ફુટ રીંગ રોડ મોમાઈ હોટલ સામે રાજકોટ રહેતા નિલ મહેશભાઈ કાલરીયા ઉ. વ. ૨૭ ધંધો ડ્રાઇવીંગ પાસા તળે ધરપકડ કરી તેને અમદાવાદ જેલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરેલછે. આ કામગીરીમાં રૂરલ LCB પોલીસ સ્ટાફ તથા ઉપલેટા પોલીશ ના ધરમચંદ કટોચ. જેન્તીભાઈ મકવાણા. કુલદીપસિંહ રાઠોડ. સત્યપાલસિંહ જાડેજા. નૈદિપભાઈ વાણીયા. પારસબેન રૂપાપરા વિગેરે સાથે રહ્યાં હતા.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
