<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

જૂનાગઢના ઈવનગરની સીમમાં દારૂનું કટીંગ થાય તે પહેલા ૧૩.૯૮ લાખનો વિદેશી દારૂ, બીયર પકડાયો

તાલુકા પોલીસે ગાંધીગ્રામનાં શખ્સ મંગાવવામાં આવેલ દારૂ, ૨ વાહન સહિત ૨૭,૯૮,૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૫: જુનાગઢ નજીકના ઇવ નગર ગામની સીમમાં દારૂનું કટીંગ થાય તે પહેલા તાલુકા પોલીસે પહોંચીને ગાંધીગ્રામના શખ્સનો  રૂપિયા ૧૩.૯૮ લાખનો વિદેશી દારૂ, બીયર કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢ તાલુકા પોલીસ મથકના પીઆઇ સી. યુ. પરેવા સ્ટાફ સાથે શુક્રવારની વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઇવનગર ગામે ધણસેરમાં ખરાબાની જગ્યામાં બાવળની કાટમાં જૂનાગઢના ગાંધીગ્રામ માં રહેતો મયુર કરણા ભારાઈએ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી એક વાહનમાંથી બીજા વાહનમાં સગેવગે કરી દારૂનું કટીંગ ચાલુ હોવાની બાતમી મળી હતી જેના પગલે સ્થળ પર ધસી જઇ તપાસ કરતા જીજે ૦૩ ડબલ્યુ ૭૫૬૫ નંબરનો ૧૦ વ્હીલનો ટ્રક તથા જીજે ૦૩ બી ૦૬૫૩ નંબરનો બોલેરો જોવા મળ્યો હતો. ટ્રક ખાલી હતો જ્યારે બોલેરો ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ ભરેલી જોવા મળી હતી. પરંતુ બંને વાહનમાં કોઈ હાજર ન હતું અને દારૂની હેરાફેરી કરનાર શખ્સો પણ જોવામાં આવેલ નહીં.

 જોકે બોલેરોમાંથી વિદેશી દારૂની ૨૩૭ પેટી અને ૯૪૦૮ ટીન બિયરનો રૂપિયા ૧૩,૯૮,૪૪૦નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂ, બીયર, ટ્રક, બોલેરો સહિત કુલ રૂપિયા ૨૭,૯૮,૪૪૦નો મુદ્દામાલ કબજે કરી મયુર કરણા ભારાઇ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(10:27 AM IST)