<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

જૂનાગઢમાં દેશી દારૂ ભરેલી કાર પલટી, ડ્રાઇવર ભાગી ગયો

પોલીસે દાપોલીસે દારૂ કાર સહિત ૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે લીધા કાર સહિત ૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે લીધા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૫:  જૂનાગઢમાં દેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે સ્થળ પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. કાર છોડીને ડ્રાઇવર ભાગી ગયો હતો. પોલીસે દારૂ, કાર સહિત ૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

 શહેરમાં ખલીલપુર રોડ આગળ દેશી પકવાન નામની હોટલ નજીક શુક્રવાર સવારે જીજે ૦૨ એપી ૫૩૪૩ નંબરની સફેદ કલરની કાર રોડ નીચે ખાડામાં પલટી મારી ગઈ હતી. આ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો. અકસ્માત સર્જાતા ચાલક નાસી ગયો હતો. કાર ઊંધી વળી જ્યાં કારનું બોનેટ તૂટી ગયું હતું. તેમજ ચારેય દરવાજા બેન્ડ વળી ગયા હતા. પોલીસે કાર ચેક કરતા કારમાં દેશી દારૂના બાચકા જોવા મળ્યા હતા. દારૂ ભરેલ પ્લાસ્ટિકની ૧૨ થેલી તૂટી જતાં સ્થળ પર દારૂ દારૂ થઈ ગયો હતો.

 કારમાંથી રૂપિયા ૨૪૦૦૦ની કિંમનો ૧૨૦ લિટર દેશી દારૂ મળી આવતા કાર સહિત રૂપિયા ૧.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

(10:30 AM IST)