News of Saturday, 15th February 2025
વિંછીયાના મોટા હડમતીયામાં વાડીમાંથી રૂરલ એલસીબીએ ૬ા લાખનો દારૂ પકડયો
વાડી માલિક મુના ખાચરે જથ્થો ઉતાર્યો હતોઃ ‘કટીંગ' કરે એ પહેલા પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઇ એચ. સી. ગોહિલ અને ટીમ ત્રાટકીઃ ભગીરથસિંહ, અનિલભાઇ, વાઘાભાઇ, ધર્મેશભાઇ, મહિપાલસિંહની બાતમી

રાજકોટ તા. ૧૫: રાજકોટ રૂરલ એલસીબીએ વધુ એક વખત દારૂનો જથ્થો ઝડપી લીધો છે. વિછીયા પોલીસ સ્ટેશન હેઠળના મોટા હડમતીયા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી રૂા. ૬,૨૬,૧૬૦નો ૧૦૦૮ બોટલ દારૂ જપ્ત કર્યો છે. જો કે વાડીમાં આ દારૂ ઉતારનાર વાડી માલિક હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.
રૂરલ એલસીબીની ટીમ દારૂ, જૂગારની પ્રવૃતિ અટકાવવા અને કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એલસીબીના હેડકોન્સ. ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, અનિલભાઇ ગુજરાતી, ધર્મેશભાઇ બાવળીયા, કોન્સ. મહિપાલસિંહ ચુડાસમાને બાતમી મળતાં વિછીયાના મોટા હડમતીયા ગામે મુના જીલુભાઇ ખાચરની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહિથી અલગ અલગ બ્રાન્ડની દારૂની રૂા. ૬,૨૬,૧૬૦ની ૧૦૦૮ બોટલો મળી આવતાં વાડી માલિક વિરૂધ્ધ ગુનો નોંધી દારૂ કબ્જે કર્યો હતો. વાડી માલિક મુના ખાચર હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસ વડા હિમકરસિંઘની સુચના અંતર્ગત પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઇ એચ. સી. ગોહિલ, એએસઆઇ બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, હેડકોન્સ. અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, ધર્મેશભાઇ બાવળીયા, રસિકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, કોન્સ. મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, વિરમભાઇ સમેચા સહિતે આ કામગીરી કરી હતી. મુનાએ વાડીમાં દારૂ ઉતાર્યો હતો અને કટીંગ કરવાનો હતો. જો કે એ પહેલા પોલીસને બાતમી મળી જતાં દરોડો પાડતાં મુનો દારૂનો જથ્થો મુકી ગૂમ થઇ ગયો હતો. તે ઝડપયાા બાદ વધુ વિગતો ખુલશે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
