<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

દ્વારકા જીલ્લામાં ત્રણ નગર પાલિકા ચૂંટણી માટે રાજકીય પક્ષોની દોડધામ

ખંભાળીયા તા. ૧પઃ દ્વારકા જિલ્લાની સલાયા, ભાણવડ તથા દ્વારકા ન.પા.ઓની આવતીકાલે ચૂંટણી માટે મતદાન યોજાનાર હોય આજે ‘કતલની રાત'ની સ્‍થિતિ હોય રાજકીય પક્ષો ઉમેદવારો દ્વારા રાત્રી જાગરણ કરીને પણ મતદારોને મનાવવા આકર્ષવાના પ્રયાસો શરૂ થઇ ગયા છે.

દ્વારકાની કુલ ર૮ પૈકી ૯ બેઠકો બીનહરીફ થઇ છે. જયારે બાકીની ૧૯ બેઠકો પર ચુંટણીઓ યોજાય છે અહીં ૭૦ વર્ષના શાસન પછી ફરી એક વખત ભાજપ સત્તા ગ્રહણ કરશે કેમકે સ્‍પર્ધક પક્ષો કોંગ્રેસ આપને પુરતા ઉમેદવારો પણ મળ્‍યા નથી. તો ભાણવડમાં પણ આપ અને કોંગ્રેસ સમજુતી કરવા જતાં અહીં ભાજપને આઠ બેઠકો બીનહરીફનો મોટો ફાયદો થયો હોય અહીં પણ ભાજપ ૧૬ બેઠકોની ચુંટણીઓ છે તેમાંથી દશેક બેઠકો ઉપરાંતની મેળવીને સત્તા ફરી ગ્રહણ કરશે. ગત ટર્મમાં પણ ભાજપ જ વિજેતા થયેલું પછી ભાજપના કેટલાક સદસ્‍યો કોંગ્રેસમાં ભળતા ચૂંટણી થયેલી જેમાં કોંગ્રેસ સત્તા પર આવેલી હવે ભાજપ આવશે. સલાયામાં ગત ટર્મમાં કોંગ્રેસ હતી આ વખતે અહીં ભાજપના ર૮માંથી ૧૪ જગ્‍યાએ જ ઉમેદવારો છે તો કોંગ્રેસ, આપ, એ.આઇ.એમ.એ.આઇ. લડે છ઼ે તમામ બેઠકો પર કોંગ્રેસનું પલડું ભારે છે પણ આપને હોદેદારોના રાજીનામા એક મહત્‍વના ઉમેદવારની જેલવાસ નડશે તો પ્રથમ વખત લડતો પક્ષ એ.આઇ.એમ.એસ.ઇ.થી કોને લાભ થશે તેના પર પણ લોકોની નજર છે.

(12:18 PM IST)