<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

સાયલા પાસે ટેન્‍કરને અકસ્‍માત કાચા તેલની રેલમછેલ થઇ

પાછળથી આવતા વાહનની ટકકર લાગી હતી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧પઃ  સાયલા નેશનલ હાઇવે ઉપર રાજકોટ તરફથી અમદાવાદ જતા કાચા તેલ ભરેલું ટેન્‍કર પસાર થતું હતું ત્‍યારે તેની પાછળ પૂર ઝડપે અને ગફલત ભર્યું વાહન ચલાવનાર ટેન્‍કર ચાલકે તેલ ભરેલા ટેન્‍કરની સાથે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં કાચા તેલ ભરેલા ટેન્‍કરના આગળના પૈડાની એક્ષલ તૂટી જતાં રસ્‍તા વચ્‍ચે ટેન્‍કર ફસાઈ ગયું હતું અને ધડાકાભેર અકસ્‍માતમાં ટેન્‍કરમાંથી મોટા પ્રમાણમાં તેલ બહાર આવ્‍યું હતું. જ્‍યારે પાછળથી અકસ્‍માત કરનાર વાહન ચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

નેશનલ હાઈવેના રસ્‍તા વચ્‍ચે આવેલું આ કાચું તેલ આજુબાજુના ખેતરોમાં પાણીની જેમ વહેતું જોવા મળ્‍યુ હતું. રસ્‍તા વચ્‍ચે થયેલા અકસ્‍માતને કારણે અમદાવાદ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિક સમસ્‍યા બની રહી હતી. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા ઘટના સ્‍થળે દોડી ગઈ હતી. આ બાબતે સાયલા પોલીસે ટેન્‍કરચાલકને પૂછપરછ કરીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

(11:55 AM IST)