News of Saturday, 15th February 2025
જામજોધપુર-દ્વારકા-કાલાવડ પાલિકાની ચુંટણી માટે પૂનમબેન માડમનો લોકસંપર્ક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧પઃ જામજોધપુર શહેરના સાત વોર્ડની ૨૮ બેઠકો માટે રવિવારે ચુંટણી યોજાનાર છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ભાજપને ફરીથી ભવ્ય વિજય અપાવવા શહેરીજનોમાં થનગનાટ જોવા મળ્યો છે તેમ સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યુ છે.
પુર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઇ સાપરીયા, પુર્વ ધારાસભ્યશ્રી ચિરાગભાઈ કલારીયા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજણી તેમજ સંગઠનના હોદેદારો, આગેવાનો અને ઉમેદવારો સાથે જામજોધપુર શહેરના નગરપાલિકા ચુંટણી સંદર્ભ જુદા જુદા વિસ્તારો સાંસદ પૂનમબેનએ સઘન લોકસંપર્ક કરવા ભાજપના પ્રચાર માટે ખાસ પ્રવાસનુ આયોજન કર્યુ હતુ.
મતદારોના ઉમળકાભેરના પ્રતિસાદ અને વિકાસ કાર્યો તરફના આદર જણાવે છે કે રવિવારે યોજાનાર મતદાનમાં જામજોધપુરના શહેરીજનો ભારતીય જનતા પાર્ટી તરફી પ્રચંડ મતદાન કરી ભાજપને વધુ એક વખત ભવ્ય વિજય અપાવશે તેમ સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તીર્થક્ષેત્ર દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચુંટણી સંદર્ભે ખાસ પ્રવાસ દરમ્યાન દ્વારકામાં યોજાયેલા પ્રબુદ્ધ નાગરીક સંમેલનમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ તીર્થક્ષેત્રની વિકાસ યાત્રાને અવિરત આગળ ધપાવવા નમ્ર અનુરોધ કર્યો હતો.
દ્વારકા શહેરની નગરપાલિકાની સામાન્ય ચુંટણી સંદર્ભે ધારાસભ્ય પબુભા માણેક, સંગઠનના હોદેદારો અને ભાજપના આગેવનો, ઉમેદવારો સાથે સાંસદ પૂનમબેનએ નગરપાલિકા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનમાં દ્વારકા શહેરની વિશ્વ કક્ષાની ઓળખ ઉભી થઇ હોવાનુ જણાવી, કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ યોજના સંદર્ભે સુજ્ઞ નાગરીકોને જાણકારી આપી હતી અને આ સૌ ચિંતકો નગરમાં વિકાસયાત્રાનો આ સંદેશો જન જન સુધી પહોંચાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાલાવડ નગરપાલિકાના સાત વોર્ડની ૨૭ બેઠકો માટે ચુંટણી યોજાનાર છે જે માટે રવિવારે મતદાન થનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે સંસદસભ્ય પૂનમબેન માડમના લોકસંપર્ક દરમ્યાન કાલાવડના નગરજનોએ ભાજપને ભવ્ય વિજય અપાવવા વચનબદ્ધ હોવાનુ જણાવ્યુ હતુ.
કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા તેમજ સમગ્ર ભાજપ ટીમ અને ઉમેદવારો સાથે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ લોકસંપર્ક કરી મતદારોને નગરના અવિરત વિકાસ માટે ભાજપના ઉમેદવારોને જંગી લીડથી વિજયી બનાવવા અપીલ કરી હતી કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં માળખાકીય સુવિધા, જન સુખાકારીના વિકાસ કાર્યો તેમજ સરકારશ્રીની નગરના વિકાસ માટેની કટીબદ્ધતા સહિતની બાબતે જનસંપર્ક દરમ્યાન સંસદસભ્ય પૂનમબેન માડમએ છણાવટ કરી હતી.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
