<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

ધોરાજી પાલિકા દ્વારા બાર વર્ષ પહેલા અંદાજે 21 કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ આજે 12 વર્ષ વીતી ગયા છતાં પણ એ પાઇપલાઇન શરૂ થઈ નથી.....?

નવી પાઇપલાઇન માંથી પાણી જોતું હોય તો આજથી દસ વર્ષ પહેલાં ૫૦૦ રૂપિયાનું ટોકન ઉઘરાવેલું હતું પરંતુ એ પૈસા લીધા પછી પણ નગરપાલિકાએ નવી પાઇપલાઇન માંથી પાણી આપ્યું નથી કોની જવાબદારી...? વહીવટદારના શાસનમાં પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધોરાજી દોડી આવ્યા હતા અને તાત્કાલિક એક કાતરા પાણી આપવાની સૂચના આપેલી છતાં પણ આજે ધોરાજીની જનતાને ચાર દિવસે પણ પાણી મળતું નથી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૫ : ધોરાજી નગરપાલિકા દ્વારા આજથી બાર વર્ષ પહેલા અંદાજે 21 કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ આજે 12 વર્ષ વીતી ગયા છતાં પણ એ પાઇપલાઇન શરૂ થઈ નથી.....?

સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાં ધોરાજી એટલે ઘરની ધોરાજી ની છાપ ધરાવી રહી છે પરંતુ રાજકીય પાર્ટી પણ ધોરાજીની જનતાને એક કાતરા પાણી આપવા નું વચન આપીને પ્રજાને ઉલ્લુ બનાવીને ઘરની ધોરાજી ચલાવી રહી છે

ધોરાજી નગરપાલિકામાં પીવાના પાણીના પ્રશ્ન છેલ્લા 12 વર્ષથી પ્રજા પરેશાન થઈ રહી છે

પીવાના પાણીના પ્રશ્ન મહિલાઓ દ્વારા અનેક વિરોધ કાર્યક્રમ તેમજ રણચંડી પણ બની છે અને પોલીસ ફરિયાદ સુધી મામલો પહોંચ્યો છે છતાં પણ આજે કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નખાઈ ગઈ છતાં પણ ધોરાજીની પ્રજાને પીવાનો શુદ્ધ પાણી અને સમયસર પાણી મળતું નથી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

આજથી બાર વર્ષ પહેલા નગરપાલિકા માં રાજકીય શાસન ચાલતું હતું ત્યારે ધોરાજીની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળે અને એ પણ એક કાતરા પાણી મળે તે માટે અંદાજે 21 કરોડના ખર્ચે નવી પીવાની પાઇપલાઇન નાખવામાં આવી હતી

પરંતુ જ્યારથી પીવાની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યારથી આજે અંદાજે 12 વર્ષ જેવો સમય થયો છે છતાં પણ ધોરાજીની જનતાને એ નવી પાઇપલાઇન માંથી શુદ્ધ પીવાનું પાણી અને એક કાતરા પાણી મળતું નથી....?

આ બાબતે જોઈએ તો ધોરાજી નગરપાલિકામાં વિકાસ કામની વાતો કરતી અનેક રાજકીય પાર્ટીઓ ના ખેલ પણ પ્રજા જોઈ રહી છે કારણ કે આજથી બાર વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે નવી પીવાના પાણીની પાઇપલાઇન રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નાખવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટરની મેલી મુરાદ અને નબળા કામગીરીની બાબતમાં આજે પણ 12 વર્ષ પછી પણ એ પાઇપલાઇન શરૂ થઈ નથી તે ઘણી દુખદ બાબત કહેવાય

આજથી બાર વર્ષ પહેલા ધોરાજી નગરપાલિકાએ નવી પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે સમગ્ર ધોરાજીના વિસ્તારો ખોદીને ધોરાજીની પ્રજાને પણ પરેશાન કરેલી અને જ્યારે પ્રજાએ પણ આ સહન કર્યું હતું એટલા માટે કે આપને હવે એક કાતરા પીવાનું પાણી મળશે એટલે દુઃખ સહન કરી લેવું જરૂરી હતું

બાદ નવી પાઇપલાઇન નખાઈ ગયા પછી ધોરાજી નગરપાલિકાએ પોતીયા કનેક્શન કાપવાનો ઠરાવ કર્યો અને નવી પાઇપલાઇન માંથી જે લોકોને કનેક્શન જોઈતું હોય તેઓએ રૂપિયા 500 ભરીને પીળા કલરનો ટોકન મેળવી લેવું તે પ્રકારનો ધોરાજીની જનતાને માઈક દ્વારા જાહેરાત કરીને લોકો પાસે ફરજિયાત 500 રૂપિયા ઉઘરાવ્યા હતા

પરંતુ ₹500 ધોરાજી માંથી ઉઘરાવ્યા બાદ આજે દસ વર્ષનો સમય વીતી ગયો છે છતાં પણ નવી પાઇપલાઇનનું પાણી ધોરાજીની જનતાને મળતું નથી ક્યાં કારણોસર મળ્યું નથી કોની જવાબદારી છે કયા કોન્ટ્રાક્ટર એ નબળું કામ કર્યું છે શા માટે કોન્ટ્રાક્ટર સામે એક્શન લેવામાં આવ્યા નથી તે તમામ બાબતનો નગરપાલિકાના અધિકારીઓ અને રાજકીય આગેવાનોનું મોંન સેવાઈ રહ્યું છે

છેલ્લા 10 થી 12 વર્ષથી ધોરાજી નગરપાલિકાના કુલ 9 વોર્ડમાંથી મહિલાઓ પીવાના પાણીના પ્રશ્ન દર ઉનાળે આંદોલન કરી રહી છે અનેક વખત રણચંડી બની છે અનેક વખત ધોરાજીના રસ્તાઓ ચકા જામ કર્યા છે અનેક વખત ધોરાજી નગરપાલિકાની કચેરી ઉપર પથ્થરમારો કર્યો છે અને મહિલાઓ ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ છે છતાં પણ તંત્રની આંખ આજે પણ ઉગાડતી નથી

ધોરાજીમાં વિકટ પાણીના પ્રશ્ન ગયા વર્ષે પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ધીમંત વ્યાસ  ધોરાજી દોડી આવ્યા હતા અને ધોરાજી શહેરના આગેવાનો તેમજ પાણીની વ્યથા ભોગવી રહેલા લોકો સાથે વાત સાંભળી હતી તેમજ નગરપાલિકાના હોદ્દેદાર અને વહીવટદાર શ્રી સાથે પણ બેઠક યોજીને ધોરાજીની જનતાને નિયમિત એક કાતરા પાણી આપવાનું વચન આપ્યું હતું

આ સમયે ધોરાજી નગરપાલિકા દ્વારા આજથી દસ વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે નવી પીવાની પાઇપલાઇન નાખવામાં આવી હતી તે શા માટે શરૂ કરવામાં નથી આવી તે બાબતનો લોકોએ પ્રશ્ન ઉઠાવતા તેમજ આગેવાનોએ આ બાબતનો પ્રશ્ન ઉઠાવતા નગરપાલિકા પાસેથી પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી ધીમંત વ્યાસ એ ધોરાજી નગરપાલિકાના વહીવટદાર તેમજ ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ અને કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલ પીવાના પાણીની પાઇપલાઇન બાબતે અહેવાલ માંગયો હતો પરંતુ કર્મચારીઓએ એવું જણાવેલ કે માત્ર એક જ વોડમાં નવી પાઇપલાઇન શરૂ થઈ છે બાકીના તમામ વોડમાં નવી પાઇપલાઇન શરૂ થઈ નથી કારણ કે પાણીનું પ્રેશર આવે તો પ્લાસ્ટિકના પાઇપ જે નવી પાઇપલાઇન કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી છે તે ફાટી જાય છે અને ચાલતું નથી તે બાબતને ફરિયાદ કરતા તાત્કાલિક અસરથી પ્રાદેશિક નગરપાલિકા કમિશનર ધીમત વ્યાસ એ જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા તેમજ તેમની ડિપોઝિટ જપ્ત કરવા વિગેરે આદેશો જે તે સમયે કર્યા હતા

પરંતુ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી નો આદેશ માત્ર નગરપાલિકાની કચેરી અને ઓફિસ પૂરતો જ રહ્યો કોઈ એક્શન લેવામાં આવ્યા નહીં

આજે નવી પાઇપલાઇન નાખ્યાના 10 થી પણ વધારે વર્ષ વીતી ગયા છતાં પણ ધોરાજીની જનતાને દર ચોથા દિવસે અથવા તો અમુક વોર્ડમાં આઠમા દિવસે પાણી મળી રહ્યું છે એ પણ શુદ્ધ પાણી મળતું નથી

અંદાજે રૂપિયા ૨૧ કરોડ વાપરી નાખ્યા પછી પણ રાજ્ય સરકારની દર વર્ષે આવતી પીવાના પાણીની લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ વધારાની વાપરી નાખી છે છતાં પણ ધોરાજી નગરપાલિકા દ્વારા શહેરની જનતાને શુદ્ધ પીવાનો પાણી અને નિયમિત પીવાનું પાણી મળતું નથી તે ઘણી દુઃખની બાબત છે

હાલમાં ધોરાજી નગરપાલિકાને ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય આગેવાનો પ્રજાને ફરી પ્રલોભન આપી રહ્યા છે કે અમારી સુધરાઈ આવશે તો અમો ધોરાજીની જનતાને દર એક કાતરા પાણી આપીશું પરંતુ છેલ્લા 12 વર્ષથી આ પ્રકારના વચનો ધોરાજીની જનતા સાંભળી રહી છે તેમજ બે વર્ષ સુધી ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર નું શાસન પણ ચાલતું હતું છતાં પણ ધોરાજીની જનતાને પીવાના પાણીના પ્રશ્ન યોગ્ય ન્યાય મળ્યો નથી માત્ર ખોટા વચનો મળ્યા છે

આ બાબતે ધોરાજીના નગરજનો કહી રહ્યા છે કે જેમને કરોડો રૂપિયાની પાઇપલાઇન નાખી છે અને સરકારના એ પૈસા છે એ પૈસા પ્રજાના હોય છે અને રાજ્ય સરકાર તેમજ પાણી પુરવઠા બોર્ડ શા માટે એક્શન લેતી નથી તે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે

કોન્ટ્રાક્ટરો દ્વારા નબળું કામ કર્યું હોય તો જવાબદાર સામે શા માટે એક્શન લીધા નહીં અને બાર બાર વર્ષ વીતી ગયા છતાં પણ ધોરાજીની જનતાને પીવા નું શુદ્ધ પાણી સમયસર મળતું નથી આ બાબતે ગંભીરતા લઈને રાજ્ય સરકાર પણ તપાસ પંચ નિમિને જવાબદારો સામે એક્શન લઈને ધોરાજીની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે પગલાં લેવા જોઈએ

ધોરાજી નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી વિકાસના કામના હોઠા હેઠળ પ્રજા પરેશાન થઈ રહી છે છેલ્લા બે વર્ષના વહીવટદારના શાસનમાં વહીવટદારની નિષ્ફળતાના કારણે પીવાનો પાણીનો પ્રશ્ન હોય કે રોડ રસ્તા હોય કે સફાઈની કામગીરી હોય તે બાબતે પ્રજાએ સતત આંદોલનો વહીવટદાર ની સામે કર્યા છે છતાં પણ લોકોને સારી સુવિધા મળી નથી

છેલ્લે છેલ્લે ધોરાજી નગરપાલિકાના વહીવટદાર ની નબળી કામગીરી બાબતે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી ડેપ્યુટી કલેકટર ની બદલી કરી અને નવા ડેપ્યુટી કલેક્ટરને મુકતા વિકાસ કામો ની શરૂઆત થઈ છે પરંતુ પીવાના પાણીનો પ્રશ્ન હજુ સુધી હલ થયો નથી

ધોરાજીની પ્રજા અને ખાસ કરીને મહિલાઓ પોતાની વ્યથા ઠાલવી રહી છે કે નગરપાલિકામાં કોઈપણ શાસન આવે પરંતુ પીવા ના શુદ્ધ પાણી અને એક કાતરા નિયમ પ્રમાણે પાણી આપવામાં આવે તેવા રાજકીય આગેવાનોની અમારે જરૂર છે ઠાલા વચનો આપે તેવા નહીં.

(12:02 PM IST)