<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કચ્‍છના રાપર પાલિકામાં ભાજપ વિજય તરફઃ કોંગી ઉમેદવારોના કેસરીયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧પઃ ચૂંટણી પહેલા જ કચ્‍છમાં કોંગ્રેસી ઉમેદવારોએ કેસરિયા કર્યા છે. ભચાઉ પછી કચ્‍છની રાપર નગરપાલિકામાં ભાજપ વિજય તરફ છે. સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ દેવજીભાઇ વરચંદની ઉપસ્‍થિતિમાં આજે કોંગ્રેસના વધુ એક ઉમેદવાર કસ્‍તુરબેન જેઠાલાલ ઠકકર ભાજપમાં જોડાયા હતા. કુલ ૬ કોંગ્રેસી ઉમેદવારો અને ૧ આપના ઉમેદવારે કેસરિયા કરતા ર૮ માંથી ૭ બેઠકો ભાજપે હમણાંથી જ મેળવી લીધી છે. (તસ્‍વીરઃ મુકેશ ગોર)

(12:11 PM IST)