<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

વાંકાનેરમાં પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના બે જુથો વચ્‍ચે વોર્ડ નં. ૬માં મતદાન સ્‍લીપથી ભારે વિવાદ સર્જાયો

જીલ્લા ભાજપ દ્વારા મતદારો આપવામાં આવતી મતદાન સ્‍લીપ છપાવી વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી દિપક પટેલને આપેલઃ શહેર ભાજપ મહામંત્રી દિપક પટેલે શહેર ભાજપ અધ્‍યક્ષ પરેશભાઇ મઢવીને જણાવેલ કે સ્‍લીપો સળગાવી નાખી છેઃ જેની ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીના સમર્થકોને ધ્‍યાને પડતા વિવાદ ચરમસીમાએ : હકિકતમાં તપાસમાં ખબર પડી કે મતદાર સ્‍લીપો ઉપર નરેન્‍દ્રભાઇ મોદી, અમીતભાઇ શાહ, સી. આર. પાટીલ, ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા જીતુભાઇ સોમાણીના ફોટા હોવાથી સ્‍લીપોમાંથી ફોટા કટીંગ કરી સ્‍લીપોની વિતરણ કરાયુ છેઃ સમગ્ર વિવાદ પાછળ શહેર ભાજપ મહામંત્રી દિપક પટેલની ભૂમિકા શંકાસ્‍પદ હોવાની ચર્ચા

(લિતેશ ચંદારાણ દ્વારા) વાંકાનેર તા.૧૫: પાલિકાની મધ્‍યસ્‍થ ચુંટણી જાહેર થઇ ત્‍યારથી બંન્ને જુથો વચ્‍ચે પોત પોતાના સમર્થકોને મેદાનમાં ઉતરાવા સહિતની પ્રક્રિયાના અંતે ગુજરાત ભા.જ.પ. પાર્લામેન્‍ટ્રી બોર્ડની બેઠકમાં નકકી થયેલ ફોર્મ્‍યુલા મુજબ ધારાસભ્‍ય જુથના ૧૯ ઉમેદવારો તથા સાંસદ જુથના પ (પાંચ) સભ્‍યોને લેવાનુ નકકી થયેલ હતું.

જેમાં વોર્ડ વાઇઝ પેનલો નકકી થયા કરતા વધુ ઉમેદવાર જાહેર થતા જ ઉકળતા ચરૂ જેવુ વાતાવરણ જોવા મળતુ હતું. જેનુ કારણ સાંસદજુથના વધુ એક ઉમેદવારની જાહેરાત થઇ હતી.

વોર્ડ નં.૬માં ભા.જ.પ.ના ચાર ઉમેદવારોમાં બે સાંસદ જુથના અને લે- ધારાસભ્‍ય જુથના ઉમેદવાર હતા તેવીજ રીતે વોર્ડ નં.રમાં ધારાસભ્‍ય જુથના ૩ ઉમેદવાર અને એક ૧ સાંસદ જુથના તેમજ વોર્ડ નં.૩માં બંન્ને જુથના એક-એક ઉમેદવાર ચુંટણી લડી રહયા છે.

તેમજ વોર્ડ નં.રમાં ભા.જ.પ. કોંગ્રેસ માટે સીધી લડાઇ ચાલી રહી છે. તેમજ વોર્ડ નં.૩માં ત્રીપાંખીયો જંગ ખેલાઇ છે. જેમાં ભા.જ.પ., આપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે. જયારે વોર્ડ ન.૪માં કોંગ્રેસ, એન.સી.પીના ઉમેદવારો વચ્‍ચે લડાઇ જામી છે. આ ઉપરાંત વોર્ડ નં.૬માં ભા.જ.પ. અને આપ બન્ને મેદાનમાં છે. તેવી જ રીતે વોર્ડ નં.૭માં ભા.જ.પ.- બ.સ.પા. વચ્‍ચે સીધો જંગ ખેલાઇ રહયો છે.

અત્‍યાર સુધીમાં ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી જુથના સમર્થીત જુથના ભા.જ.પ.ના ૧૧ ઉમેદવારોને બીનહરીફ કરાવવવામાં જીતુભાઇ સોમાણીનો દબદબો યથાવત રહેલ હતો અને ફરી પાલીકામાં સતા પર આવવવાનું નિશ્‍ચિીત જોવા મળી રહી છે.

આ ઉપરાંત વાંકાનેર ભા.જ.પ.ના પરંપરાગત હરીફ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય પીરઝાદા વચ્‍ચે વર્ચસ્‍વની લડાઇ લગતી હોય છે.

પરંતુ આ પાલિકાની ચુંટણી દરમ્‍યાન વોર્ડ નં.૬ (છ)માં ભા.જ.પ.ના બે ઉમેદવારો માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય જાવિદભાઇ પીરઝાદા દ્વારા મીટીંગ થઇ અને ક્રમ નં.૧ અને ૬ માટે મત માંગેલ હતા તેવું જાણવા મળી રહયું છે.

વાંકાનેરના પૂર્વ કાઉન્‍સીલર અને શહેર ભા.જ.પ.ના અગ્રણી કાર્યકર એવા ગોૈતમભાઇ ખાડેંખા સાથે વાત કરતા તેમના મંતવ્‍ય પ્રમાણે જણાવેલ કે જે લોકો વિધાનસભા- ૨૦૨૨ અને લોકસભા ૨૦૨૪માં પાર્ટી વિરૂધ્‍ધ હતા તેવા લોકોને ટીકીટ મળતા કોંગ્રેસના હમદર્દની મદદ લઇ ચુંટણી જીતવા નીકળેલ છે.

અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરતા છીએ અને ભા.જ.પ.ની વિચારધારાથી વરેલા છીએ અને એ વિચારધારા પંડિત દિનદયાલ ઉપાધ્‍યાયની છે. હાલ કોંગ્રેસના દિગ્‍ગજ એવા પીરઝાદા, મહમંદભાઇ રાઠોડ તથા ઝાકિરભાઇ બ્‍લોચની મદદ લઇ વોર્ડ નં.૬ (છ) સાથે બાકીના વોર્ડમાં કોંગ્રેસ પ્રેરિત લોકોને મદદ કરવાનો જે મત માટે જે સોદા થયેલ છે તે અત્‍યંત પીડાદાયક છે. તેવું અંતમાં ગોૈતમભાઇ ખાંડેખાએ જણાવેલ હતું.

 

(12:12 PM IST)