<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

જામનગર ઇન્‍ડસ્‍ટ્રીયલ ઇન્‍ટરનેશનલ એક્‍સપો ૨૦૨૫'નો શુભારંભ કરાવતા રાઘવજીભાઈ પટેલ-પૂનમબેન માડમ

એક્‍સપોમાં વિવિધ ૨૨ દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા : ગુજરાતીઓની સાહસિકતા, પરિશ્રમ અને સરકારની નીતિઓના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે નંબર વન બન્‍યુ છે- રાઘવજીભાઈ પટેલ : ભારતીય અર્થવ્‍યવસ્‍થાની કરોડરજ્જુ સમાન લઘુ ઉદ્યોગોને વિકસિત કરવા સરકાર સતત પ્રયાસરત છે- પૂનમબેન માડમ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા.,૧પઃ રાજ્‍યના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મસ્‍ત્‍યોદ્યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મંત્રી  રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમના હસ્‍તે જામનગર ફેક્‍ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત જામનગર ઇન્‍ડસ્‍ટ્રીયલ ઇન્‍ટરનેશનલ એક્‍સપો ૨૦૨૫ નો શુભારંભ કરાયો હતો. આ એક્‍સપોમાં વિવિધ ૨૨ દેશોના પ્રતિનિધિશ્રીઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા.અને ૨૦૦ જેટલા સ્‍ટોલ્‍સના માધ્‍યમથી નવીનતમ ટેકનોલોજીનું આદાનપ્રદાન કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્‍યું હતું કે બ્રાસ સીટીના નામે પ્રખ્‍યાત એવા જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તેમજ દેશ-વિદેશના ઉદ્યોગકારો સાથે સ્‍થાનિક ઉદ્યોગકારો પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરી શકે તે હેતુથી આયોજિત કરવામાં આવેલ આ એક્‍સપો ઉદ્યોગકારોને ખરા અર્થમાં ઉપયોગી નીવડશે.

 સાંસદ  પૂનમબેન માડમે જણાવ્‍યું કે ઇન્‍ડસ્‍ટ્રીયલ ઇન્‍ટરનેશનલ એક્‍સપોના માધ્‍યમથી ટેકનોલોજી તથા વિચારોની આપ-લે થશે જેના પરિણામે જામનગરના બ્રાસ ઉદ્યોગને ખૂબ ફાયદો થશે. બ્રાસ ઉદ્યોગમાં આગળ વધવાની ખૂબ જ ક્ષમતા છે ત્‍યારે આ ઉદ્યોગના વિકાસ માટે સરકાર ઉદ્યોગકારો સાથે ખભેખભો મિલાવી કામ કરી રહી છે.વડાપ્રધાનશ્રી તથા નાણામંત્રીશ્રી ખૂબ જ સકારાત્‍મકતાથી જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યા છે.ઇમ્‍પોર્ટ ડયૂટી સહિતના સેસ નાબૂદ કરી કેન્‍દ્ર સરકાર ઉદ્યોગકારોની પડખે ઊભી રહી છે.

ધારાસભ્‍ય  દિવ્‍યેશભાઈ અકબરીએ જણાવ્‍યું કે ઇન્‍ડસ્‍ટ્રીયલ ઇન્‍ટરનેશનલ એક્‍સપો જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જશે.

એક્‍સપો વિશે વિગતો આપતા જામનગર ફેક્‍ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ  લાખાભાઈ કેશવાલાએ જણાવ્‍યું હતું કે આ સંસ્‍થાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે જામનગરના નાના બ્રાસ ઉદ્યોગકારોને આજના સ્‍પર્ધાત્‍મક તથા હરીફાઈયુક્‍ત વાતાવરણમાં વૈશ્વિક વ્‍યાપાર કરવાની તકો ઘરઆંગણે જ મળી રહે તે આશયથી જામનગર ખાતે તા.૧૩ થી ૧૬ ફેબ્રુઆરી દરમ્‍યાન શ્નજામનગર ઈન્‍ડસ્‍ટ્રીયલ ઈન્‍ટરનેશનલ એકસ્‍પો-૨૦૨૫ નું આયોજન હાથ ધરાયેલ છે.જેમાં જામનગર સહિત અમદાવાદ, આણંદ, અંબાલા, બેંગલોર, ભાવનગર, ચેન્નાઈ, ગાંધીનગર, ગોંડલ, ગુરૂગ્રામ, હૈદરાબાદ, ગાંધીધામ, લુધીયાણા, મુંબઈ, નાગપુર, નાસિક, ન્‍યુ દિલ્‍હી, પુણે, રાજકોટ, સુરત, સુરેન્‍દ્રનગર, થાણે, વડોદરા, વાપી સહિતના શહેરામાંથી ઉદ્યોગકારો સહભાગી થયા છે. સાથેસાથે આ એક્‍ઝીબીશનમાં બેનીન, કેમરૂન, ઈજીપ્ત, ઘાના, માલી, સુદાન, તાન્‍જાનીયા, ઝીમ્‍બાબવે સહિતના ૨૨ દેશોમાંથી ખરીદદારો તથા સરકારી સાહસોના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યાં છે.

 આ પ્રસંગે ધારાસભ્‍ય મેધજીભાઈ ચાવડા, મેયર  વિનોદભાઈ ખીમસુરીયા, ડે.મેયર  ક્રિષ્‍નાબેન સોઢા, સ્‍ટે. કમિટિ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, આગેવાન  રમેશભાઈ મુંગરા, નાયરા એનર્જી લી.ના અમરકુમાર, ગેઈલ ઇન્‍ડીયા લી.ના જનરલ મેનેજર  બ્રિજેશ ચૌધરી, પાવરગ્રીડ કોર્પોરેશનના ચીફ જનરલ મેનેજર બી.કે.પ્રધાન, નવાનગર કો-ઓપ બેંક લી.ના ચેરમેન પ્રદિપભાઈ વાધર, જીજ્ઞેશભાઈ શાહ, અમિતભાઈ મીષાી, જામનગર ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્‍દ્રસિંહ જાડેજા, સીડબી બેંકના જનરલ મેનેજર  રીશી પાંડે, રાજકોટ હાડવેર મેન્‍યુ. એસો.ના પ્રમુખ મનીષભાઈ પટેલ, પીજીવીસીએલના ચીફ એન્‍જિનીયર  એલ.કે. પરમાર તથા બી.ડી.પરમાર,  વિમલજીભાઈ ઓડેદરા, લાખણશીભાઈ કેશવાલા સહિત બહોળી સંખ્‍યામાં ઉદ્યોગકારો ઉપસ્‍થિત રહ્યાં  હતા. (૪.૩૦)

(1:19 PM IST)