<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કલ્‍યાણપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ૧પ૦ ને બદલે ૭૦૦ ખેડુતોને બોલાવતા ચક્કાજામ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧પઃ કલ્‍યાણપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્‍દ્રમાં રોજ ૧પ૦ જેટલા ખેડુતોને બોલાવાય છે પણ ગઇકાલે ૭૦૦ ને બોલાવાતા ખેડુતો ટ્રક, મીની ટ્રક, ટ્રેકટર, ટેમ્‍પોમાં મગફળી ભરીને કેનદ્ર પર ઉમટી પડતા કિલોમીટરથી વધુ લાંબી લાઇનો સવારથી લાગી હતી તથા ખેડુતોનો વારો ના આવતા મગફળી ભરેલા વાહનો સાથે ખેડુતો તેમની મગફળી વેચવા મોડી રાત્રી સુધી ઉભા રહેતા બબાલની સ્‍થિતિ સર્જાઇ હતી. ઉલ્લેખનીય છેકે બજારમાં ખુલ્લામાં મગફળીના ભાવ કરતા ટેકાના ભાવે મગફળીમાં મણ દીઠ ર૦૦/૨૫૦ રૂપીયા ઉંચા મળતા હોય ખેડુતોનો મારો ટેકાના ભાવે મગફળી વેચવા આવતા હોય ત્‍યારે પુરતા આયોજનના અભાવે ખેડુતોને સવારથી મોડી રાત્રી સુધી લાઇનોમાં ઉભવા છતા માલની ખરીદી ના થતા ભારે રોષની લાગણી ફેલાઇ હતી.

ભાટીયા કલ્‍યાણપુર રેલ્‍વે ફાટક વાહન ચાલકો માટે શીરદર્દ

ભાટીયાથી કલ્‍યાણપુર જતા રેલ્‍વે ફાટક ત્‍યાંથી પસાર થતા વાહન ચાલકો માટે શીરદર્દ સમાન બની રહે છે.

અવાર નવાર અહી લાંબા સમય સુધી ફાટક બંધ રહેતુ હોય તથા વાહન ચાલકોને ફાટક સિવાયના રસ્‍તાનો કોઇ વિકલ્‍પ ના હોય લાંબા સમય સુધી ફાટક ખુલે તેની રાહ જોવી પડતી હોય લોકોના કામો અટકી જતા તથા વિલંબ થતો હોય ભારે પરેશાનીની ફરીયાદો ઉઠવા પામી છે.(૪.૨૯)

(1:20 PM IST)