News of Saturday, 15th February 2025
જામનગર જીલ્લામાં કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૭૩,૯૧૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી વિગતો આપી : જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૮ ઝોનલ તથા મદદનીશ ઝોનલ તેમજ ૪૭૮ કર્મીઓને ચૂંટણી ફરજ સોંપાઈઃ ૮૩ મતદાન મથકો માટે ૨૦૭ બેલેટ યુનિટ, ૧૨૨ કંટ્રોલ યુનિટ મળી કુલ ૩૨૯ ઇ.વી.એમ. ફાળવવામાં આવ્યાઃ ૪-એ.એસ.પી-ડી.વાય.એસ.પી, ૮-પોલીસ ઇન્સ્પેકટર તથા સબ ઇન્સ્પેકટર તેમજ ૪૦૦ પોલીસ, હોમગાર્ડ સહિત એસ.આર.પી. જવાનો ફરજ બજાવશે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧પઃ જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા કલેકટર કચેરીના સભાખંડ ખાતે આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ ૧૪-જામવંથલી તાલુકા પંચાયત મતદાર વિભાગ અને જોડીયા તાલુકામાં સમાવિષ્ટ ૮-જોડીયા-૩ તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓ અન્વયે પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી વિગતો આપી હતી.
મતદાન મથકોની વિગતો આપતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ કે, ધ્રોલ નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૨૧, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૮ તેમજ ૩ સામાન્ય મતદાન મથકો રહેશે. કાલાવડ નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૨૭, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૨૨ તેમજ ૫ સામાન્ય મતદાન મથકો રહેશે. જામજોધપુર નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૨૬, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૮ તેમજ ૮ સામાન્ય મતદાન મથકો રહેશે. જ્યારે ૧૪-જામવંથલી (તા.જામનગર ગ્રામ્ય) માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૯, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૯ મતદાન મથકો રહેશે.
સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળમાં રજુ થયેલ ઉમેદવારીપત્રોની વિગતો જિલ્લા કલેકટરશ્રીએ રજૂ કરી હતી. જે મુજબ ધ્રોલ નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ ૧૨૨, પરત ખેંચાયેલ ફોર્મ ૨, રદ થયેલ ફોર્મ ૩૫ તેમજ હરીફ ઉમેદવાર ૮૫ છે. કાલાવડ નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ ૯૯, રદ થયેલ ફોર્મ ૩૧, બિન હરીફ જાહેર થયેલ ઉમેદવાર ૧ તેમજ હરીફ ઉમેદવાર ૬૭ છે. જામજોધપુર નગરપાલિકા માટે કુલ ભરાયેલ ફોર્મ ૧૧૦, રદ થયેલ ફોર્મ ૩૦ તેમજ હરીફ ઉમેદવાર ૮૦ છે. જ્યારે ૧૪-જામવંથલી માટે કુલ ભરાયેલ ફોર્મ ૪, રદ થયેલ ફોર્મ ૦૨ તેમજ હરીફ ઉમેદવાર ૨ જાહેર થયેલ છે.
સ્થાનિક સ્વરાજયની ચૂ્ંટણી અન્વતયે ફાળવવામાં આવેલ ઈ.વી.એમ.ની વિગતો રજુ કરતા કલેકટરશ્રીએ જણાવ્યુ કે ધ્રોલ નગરપાલિકાના ૨૧ મતદાન મથકો માટે ૫૮ બી.યુ., ૩૩ સી.યુ. મળી ૯૧, કાલાવડ નગરપાલિકા માટે ૨૭ મતદાન મથકો માટે ૭૦ બી.યુ., ૩૯ સી.યુ. મળી ૧૦૯, જામજોધપુર નગરપાલિકા માટે ૨૬ મતદાન મથકો માટે ૬૮ બી.યુ., ૩૯ સી.યુ. મળી ૧૦૯ તેમજ ૧૪-જામવંથલીના ૯ મતદાન મથકો માટે ૧૧ બી.યુ., ૧૧ સી.યુ. મળી ૨૨ ઈ.વી.એમ. ફાળવવામાં આવેલ છે.
આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદાનનો સમય સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી નકકી કરવામાં આવેલ છે. આ માટે મતદાનના દિવસે તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) ના રોજ જિલ્લા કક્ષાએ તેમજ ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરી ખાતે ચૂંટણી અંગેની ફરીયાદો માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. જે કંટ્રોલરૂમના સંપર્ક નં.(૦૨૮૮) ૨૫૪૧૯૬૦ છે. તેમજ સરકારી કચેરીઓ કે સંસ્થાઓના કર્મચારીઓ/કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાનના દિવસે રજા જાહેર કરવા અંગેનો પણ આદેશ કરવામાં આવેલ છે. સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળની મતગણતરી આગામી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૯-૦૦ કલાકથી ધ્રોલ નગરપાલિકા માટે મિટીંગ હોલ, બીજો માળ, ઙ્કાંત અધિકારીશ્રીની કચેરી, ધ્રોલ, કાલાવડ નગરપાલિકા માટે રૂમ નં.૩, મ્ચુનિસીપલ હાઇસ્કુલ, કાલાવડ, જામજોધપુર નગરપાલિકા માટે મઘ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જામજોધપુર તેમજ ૧૪-જામવંથલી વિસ્તાર માટે મિટીંગ હોલ, બીજો માળ, મહેસૂલ સેવા સદન, જામનગર ખાતે યોજવામાં આવશે. (૩પ.૭)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
