News of Saturday, 15th February 2025
દ્વારકા નગરપાલિકાના કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટનો કાયમી કરવાનો ચૂકાદો
ભારતીય મજદૂર સંઘની સફળ રજૂઆત

રાજકોટઃ દ્વારકા નગરપાલિકાના આશરે ૨૭ કામદારોએ ઔઘોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ તેમના યુનિયન જામનગર જિલ્લા મજદૂર સંઘ મારફત કાયમી કરવાનો વિવાદ ઉપસ્થિત કરી રજૂઆત કરેલ છે. આ કેસોમાં સંકળાયેલા ૨૭ કામદારો સંસ્થામાં છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ હોદાઓ પર સતત અને સળંગ રીતે કાયમી પ્રકારની કામગીરી કરતાં હોવાછતાં તેઓને કાયમી કરવામાં આવતા નથી કે કાયમી કર્મચારીઓને મળતાં લાભો ચૂકવવામાં આવતાં નથી અને તેઓએ દરેક વર્ષમાં ૨૪૦ દિવસો કરતાં વધુ સમયની નોકરી કરેલ હોવા છતાં તેઓને કાયમી લાભોથી વંચિત રાખવામાં આવે છે. જે ખુબ જ અન્યાયી છે અને જેનાથી તેઓને ઘણું આર્થિક નુકસાન જાય છે. સંસ્થાએ યુનિયનની માંગણી ચાલવાપાત્ર બનતી ન હોવાનું જણાવી કેસો રદ કરવા રજૂઆત કરેલ હતી. ઔધોગિક ન્યાયપંચ, જામનગરે બંને પક્ષોની રજૂઆતો, પૂરાવાઓ, દલીલો સાંભળ્યા બાદ યુનિયનની માંગણી ગ્રાહ્ય રાખેલ અને હાલના ગ્રુપ શ્રમયોગીઓને ૨૪૦ દિવસની નોકરી પૂરી થયેથી વર્ગ-૪ માં કાયમી કામદાર તરીકે રાખવાનો સંસ્થાને સને ૨૦૧૭માં આદેશ આપેલ હતો.
ઉક્ત ચૂકાદાઓ દ્વારકા નગરપાલિકા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારેલા હતા જેમાં લંબાણપૂર્વકની દલીલો થયા બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે તા. ૧૧-૦૨-૨૦૨૪ના હુકમથી સંસ્થાની પીટીશનો રદ કરેલ છે અને ન્યાયપંચનો કામદારોને કાયમી કરવાના ચૂકાદાઓ માન્ય અને મંજુર રાખેલ છે. નામદાર હાઈકોર્ટે તેના ચૂકાદામાં કરાવેલ છે કે જ્યારે કામદારો છેલ્લા ૩૦ વર્ષોથી સતત અને સળંગ કામગીરી કરતાં હોય ત્યારે સંસ્થાની યોગ્ય -ક્રિયા વગર કામદારોની ભરતી કરેલ હોવાથી કે સેટઅપ માટે સરકારશ્રીની મંજુરી લેવાની કે સંસ્થાની આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોવાની રજૂઆતો માન્ય રાખેલ નહીં અને અંતમાં નામદાર હાઈકોર્ટ દ્વારા ઠરાવવામાં આવેલ છે કે ઔધોગિક ન્યાયપંચના શ્રમયોગીઓને કાયમી કરવાના હુકમો કાયદેસર અને વ્યાજબી છે તેમ ઠરાવી સંસ્થાની પીટીશનો રદ કરેલ છે.
આ ઐતિહાસિક ચૂકાદાથી કામદારોમાં અનંદનું મોજું ફરી વળેલ છે અને તેઓને છેલ્લા ઘણા વર્ષોની પગાર તફાવતની તથા અન્ય આર્થિક લાભોનો ફાયદો થરો.
આ કેસો ભારતીય મજદૂર સંઘના શ્રી હસુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ઔઘોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ શ્રી પંકજભાઈ રાયચૂરા દ્વારા ચલાવવામાં આવેલ છે.યુનિયન વતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જીત રાજ્યગુરુ દ્વારા ધારદાર દલીલો કરી કામદારોને લાભો અપાવેલ હતાં તેમ યાદીમાં જણાવાયું છે. (૩૬-૧૦)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
