News of Saturday, 15th February 2025
મોટા થાવરીયા ગામે સાડા નવ લાખનો દારૂ મળ્યો
સોળ વર્ષના યોગી સહિત બે ઝડપાયાઃ જામનગર પોલીસનો દરોડોઃ ૪ શખ્સો ફરાર

જામનગર, તા.૧પઃ તાલુકાના મોટાથાવરીયા ગામે ભવ્યનગરીમા નીચે લખ્યા નામ વાળા આરોપીઓએ ગુજરાત રાજયમાં દારૂ વેચાણની પ્રતિબંધીત પ્રવળત્તિ સીન્ડીકેટના સભ્ય તરીકે સતત ચાલુ રાખી દશરથસિંહ જાડેજાના બંગલા માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૪૦૦ કિ.રૂ. ૯,૫૪,૦૫૬ તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦ તથા બોલેરો પીકઅપ નબર જી.જે.૧૦ ટીવાય ૦૭૦૩ કિ.રૂ. ૬,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૫,૬૪,૦૫૬ના મુદામાલ સાથે પકડી પાડેલ. પકડાયેલ આરોપીઓમાં ૧) દશરથસિંહ ઉર્ફે યોગી ઉર્ફે મયુરધ્વજ ધનશ્યામસિંહ જાડેજા રહે. પટેલ કોલોની શેરી-૯ ના છેડે, શાંતીનગર શેરી નંબર-૫, જામનગર મુળ - સોળવદર તા.જામકંડોરણા (દારૂ મંગાવનાર મુખ્ય આરોપી) અને ૨) દિપેશભાઇ ઉર્ફે હીતેશ નરેન્દ્રભાઇ સોલંકી રહે. શરૂ સેકશન રોડ, શીવ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૫ જામનગર સામે કાર્યવાહી કરી છે.
પકડવાના બાકી આરોપીઓમાં ૧) જીગર સોઢા રહે. ભચાઉ (દારૂ સપ્લાય કરનાર) ૨) પળથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર ૩) અજયસિંહ પરમાર રહે. શાષાીનગર ૪) પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજા રહે. શાંતીનગર જામનગર (દારૂ વેચાણ કરવા મંગાવનાર) ફરાર છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા. કાસમ બ્લોય. નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા. મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીય., દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે. (રર.૯)
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
