News of Saturday, 15th February 2025
કુંભમાં અમરેલીના ભાવિકો માટે દિલીપભાઇ સંઘાણીની નિવાસ- ભોજનની સુવિધા
ભાવિકો વતી ડો.ભરત કાનાબાર, નારણભાઇ કાછડીયાએ સન્માન કર્યુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૫: સમગ્ર દેશ ભારતીય સંસ્કળતિના અલૌકિક પર્વ એવા મહાકુંભ સ્નાન કરી રહયો છે, દેશના ખુણેખુણે થી પ્રયાગરાજમાં પવિત્ર તાાન માટે ભાવિકો પહોંચી રહ્યા છે. ભકતોજનોથી છલકાતા પ્રયાગરાજમાં અમરેલીના કુંભ યાત્રીઓ પવિત્ર કુંભ તાાન લેવા પહોંચતા તેઓને મહાકુંભમાં કોઈ અગવડતા ના પહોંચે તે માટે નિવાસ અને ભોજન ની સુવિધા દિલીપ સંઘાણી દ્વારા પુરી પાડવામાં આવતા અને સતત સંપર્કમાં રહીને કોઈ મુશ્કેલી તો નથી રહી ને તેનો ખ્યાલ કરતા કુંભ યાત્રીઓ દ્વારા દિલીપભાઇ સંઘાણી પ્રત્યે આભાર પ્રગટ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. ૪૧ યાત્રીઓ માટે ૨૦ રૂમ, નાસ્તો અને ભોજન સાથે ઈફકોના અધિકારીઓ સ્ટેન્ડબાય રહયા હતા.
પ્રયાગરાજના યાત્રીઓમાં પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, ભાજપ અગ્રણી ડો.ભરતભાઈ કાનાબાર, બિપીનભાઈ ગાંધી, ડો.હર્ષદભાઈ રાઠોડ, કાળુભાઈ કાછડીયા, દયાળભાઈ સંઘાણી, હિરેનભાઈ વિરડીયા, ભનુભાઈ ચોવટીયા, ભરતભાઈ બાવશી, સંજયભાઈ વેકરીયા, સરલાબેન સોજીત્રા, કિરણબેન વિરડીયા, ધાર્મીબેન કાછડીયા, ટીશાબેન કાછડીયા, મંથન કાછડીયા, ચેતનભાઈ રાવળ, નયનભાઈ જોષી, ભરતભાઈ રાદડીયા, નિતાબેન બાવીશી સહિતના યાત્રીઓ દ્વારા દિલીપ સંઘાણી પ્રતિ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમીતીના ચેરમેન, પ્રવિણભાઈ માંગરોળીયા, બેંકના ડીરેકટર પિયુષભાઈ શુકલ, સંગીતાબેન જોષી સહિતના ડિરેકટરશ્રીઓ, જિલ્લા બેંકના જનરલ મેનેજર સીઈઓ બી.એસ.કોઠીયા સહિતના લોકો ઉપસ્થિત રહયા હતા.(૨.૧૪)
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
