<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

પોરબંદરનાં બખરલામાં હત્‍યાના ગુન્‍હામાં સંજય ઉર્ફે કાલો ઓડેદરા ઝડપાયો

મેરામણ ઉર્ફે લંગી માલદેભાઇ ખૂંટીની હત્‍યા કરી'તી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પ :.. બગવદર પો. સ્‍ટે.ના ખુનના ગુન્‍હામાં ફરાર થયેલ નાસતા ફરતા આરોપીને પેરોલ-ફર્લો-સ્‍કોડે શોધી કાઢેલ છે.

 જૂનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા  તેમજ પોલીસ અધીક્ષક, શ્રી ભગીરથસિંહ જાડેજા  દ્વારા સુચના  અપાઇ હતી.

જેમાં  બગવદર પો.સ્‍ટે.ના બખરલા ગામે બનેલ હોય જેમાં આરોપી સંજય દેવશીભાઇ ઓડેદરા તથા એક અજાણ્‍યા ઇસમએ મરણ જનાર મેરામણ ઉર્ફે લંગી માલદેભાઇ ખુંટીને સાથળના ભાગે ચપ્‍પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી જિલ્લા મેજી.સા ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરી નાશી ગયેલ હોય જેને શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્‍કોડ પોરબંદરના પો.સબ.ઇન્‍સ. એચ.એમ.જાડેજા તથા બગવદર પો.સ્‍ટે. પો.સબ.ઇન્‍સ. એ.એસ.બારા તથા પેરોલ ફર્લો સ્‍કોડના માણસો પ્રયત્‍નશીલ હતા તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે ખુનનો ગુન્‍હો કરી નાશી ગયેલ આરોપી સંજય દેવશીભાઇ ઓડેદરા રહે. બખરલા વાળો બખરલા ગામે આવનાર છે જે હકીકત આધારે તપાસ કરતા સીમાણી વાળા રસ્‍તેથી સદરહુ આરોપી મળી આવેલ જેને હસ્‍તગત કરી આગળની તપાસ થવા સારૂ બગવદર પો.સ્‍ટે. ને સોપી આપવામાં આવેલ છે.

આ કામગીરી  પેરોલ ફર્લો સ્‍કોડ પો.સબ.ઇન્‍સ. એચ.એમ.જાડેજા તથા બગવદર પો.સ્‍ટે. પો.સબ.ઇન્‍સ. એ.એસ.બારા તથા પેરોલ ફર્લો સ્‍કોડના એ.એસ.આઇ એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિ.કે.બોદર તથા એચસી પિયુષભાઇ સીસોદીયા તથા પ્રકાશભાઇ નકુમ તથા વજશીભાઇ વરૂ તથા હરેશભાઇ સીસોદીયા તથા કેશુભાઇ ગોરાણીયા તથા જેતમલભાઇ મોઢવાડીયા તથા પીસી આકાશભાઇ શાહ તથા ટેકનીકલ ટીમ દ્રારા કરવામાં આવેલ છે. (પ-ર૭)

(4:52 PM IST)