<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વહેલી સવારે ઝાકળવર્ષા સાથે ઠંડકનો ચમકારો

જો કે લઘુતમ તાપમાનનો પારો ઉંચોઃ બપોરે ઉકળાટ

રાજકોટ, તા., ૧૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે ઠંડી ઘટવા લાગી છે ત્‍યારે આજે સવારે જોરદાર ઝાકળવર્ષા થતા રસ્‍તાઓ ભીના થઇ ગયા હતા અને વાહન ચાલકોને મુશ્‍કેલી પડી રહી હતી. છેલ્લા બે-ત્રણ દિવસ ઠંડી ગાયબ થઇ ગયા બાદ આજે અચાનક ઠંડકનો ચમકારો અનુભવાયો છે.

જો કે સવારના સમયે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે ઉનાળા જેવું વાતાવરણ અનુભવાય છે અને અસહ્ય ગરમી પડે છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૮.પ, મહતમ તાપમાન ૩૦.પ, ભેજનું પ્રમાણ ૯૪ ટકા, પવનની ગતી ૭.૪ કી.મી. રહી હતી.(પ.૧૧)

કયાં કેટલી ઠંડી

શહેર                   લઘુતમ તાપમાન

અમદાવાદ ૧૯.ર ડીગ્રી

વડોદરા    ૧૭.૬ ડીગ્રી

ભાવનગર  ૧૯.૭ ડીગ્રી

દમણ              ૧૮.૦ ડીગ્રી

ડીસા               ૧૮.ર ડીગ્રી

દીવ        ૧પ.૭ ડીગ્રી

જામનગર  ૧૮.પ ડીગ્રી

કંડલા              ૧૮.૯ ડીગ્રી

નલિયા             ૧૬.ર ડીગ્રી

ઓખા              રર.ર ડીગ્રી

પોરબંદર   ૧પ.પ ડીગ્રી

રાજકોટ     ૧૯.૦ ડીગ્રી

સુરત              ૧૯.૪ ડીગ્રી

વેરાવળ       ર૦.૭ ડીગ્રી

(2:04 PM IST)