News of Monday, 17th February 2025
વાંકાનેરના રાતીદેવડીમાં વાલજીભાઇ અને પુત્ર તુલસી પર પાઇપથી હુમલો
છોકરાઓની તકરારનો ખાર રાખી રસિક, પરબત તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૭: વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતાં વાલજીભાઇ કરસનભાઇ વિકાણી (ઉ.વ.૬૫) અને તેના પુત્ર તુલસી વાલજીભાઇ વિકાણી (ઉ.વ.૨૫) પર સાંજે ગામમાં જ રહેતાં પરબત, રસિક સહિતનાએ લોખંડના પાઇપથી હુમલો કરી આડેધડ ઘા ફટકારતાં બંનેને ઇજાઓ થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
વાલજીભાઇ અને તુલસી લાકડા કાપવાની મજૂરી કરે છે. સગાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા પરબત અને રસિકના છોકરાઓ અને અમારા છોકરાઓ વચ્ચે રમતાં રમતાં માથાકુટ થઇ હતી. તે વખતે ઝઘડો થયો હોઇ તેનો ખાર રાખી વાલજીભાઇ અને પુત્ર તુલસી ઉપર હુમલો કરાયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
