News of Monday, 17th February 2025
વાંકાનેર પાલિકામાં ૫૧.૫૨%, ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠક પર ૫૮.૫૯% મતદાન
માત્ર ૧૧ માસ માટે યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ નિરૂત્સાહ દાખવ્યો, ગત વખતે કરતા મતદાનમાં ઘટાડોઃ કોને ફાયદો?

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૭: આજે સવારથી નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મધ્યસત્ર ચૂંટણી માટે મતદારોમાં જાજો ઉત્સાહ જોવા ન મળ્યો, છેક સુધી નિરસ્તા જોવા મળી.
તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર મતદાન સમય પુરો થવા સુધીમાં કુલ ૩૬૩૪ પુરૂષ મતદારોમાંથી ૨૨૩૧ મતદારો એટલે કે ૬૧.૩૯% પુરૂષ અને ૩૫૮૪ મહિલા મતદારો માંથી ૨૦૨૭ મતદારો એટલે કે ૫૬.૫૬% મહિલાઓનું મતદાન થઇ ચુક્યું છે. સરેરાશ ૫૮.૫૯% મતદાન નોંધાયું છે.
જ્યારે વાંકાનેર નગરપાલિકામાં મતદાન સમય પુરો થવા સુધીમાં કુલ ૧૧,૪૧૭ પુરૂષ મતદારોમાંથી ૬૩૧૮ મતદારો એટલે કે ૫૫.૩૪% અને ૧૦,૯૪૦ મહિલા મતદારો માંથી ૫૨૦૧ મતદારો એટલે કે ૪૭.૫૪% મહિલાઓનું મતદાન થયુ છે. સરેરાશ ૫૧.૫૨% મતદાન થયું છે.(૬.પ)
ગોંડલ પાલિકાના બાંધકામ કમીટી ચેરમેન જગદીશ રામાણીનો જન્મ દિવસ
ગોંડલ તા.૧૭: નગરપાલિકા બાંધકામ કમીટી ચેરમેન જગદીશભાઈ રામાણી નો આજે જન્મદિવસ છે તેઓ છેલ્લા ધણા સમયથી લોકસેવાના કાર્યો કરી નાની ઉમરથી મોટું નામ ધરાવતા જગદીશભાઈને ભાજપ મોવડી મંડળે પાલીકા ચુંટણી લડાવી વિજેતા બન્યા હતા ત્યારે પાલીકામા મહત્વનુ ખાતું કહેવાતું બાંધકામનુ ચેરમેન પદ આપી શહેરની સુખાકારીમા વધારો થાય તેવા સફળ પ્રયાસો પણ જગદીશભાઈ કાર્યો કરતા આવ્યા છે તેમના જન્મ દિવસ નિમિતે શહેરની વિવિધ સંસ્થાઓ સંગઠનો મિત્રો સહીતના અનેક શુભેચ્છકોએ મો ૯૦૯૯૯૩૧૪૧૪ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
