<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

જસદણમાં દિવ્યાંગ ૬પ વર્ષીય બુઝુર્ગનો મતદાન માટેનો જુસ્સો અકબંધ : બૂથ પર આવીને કર્યુ વોટીંગ

 

(હિતેશ ગોસાઇ દ્વારા) જસદણ, તા. ૧૭ :  જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે દિવ્યાંગ મતદારોનો જુસ્સો બુલંદ જોવા મળ્યો હતો. બંને પગે દિવ્યાંગ હોવા છતાં ૬૫ વર્ષીય બુઝર્ગ મતદારે મતદાન મથક પર આવીને મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો. જસદણની જલારામ સોસાયટીમાં રહેતા જયદેવગીરી વીરગીરી ગોસાઈ (ઉ.૬૫)ને દસ વર્ષ પહેલાં અંકલેશ્વર જીઆઇડીસી પાસે એક અકસ્માત નડ્યો હતો. જેમાં કમરના મણકામાં ગંભીર ઈજા પહોંચતા, પેટ નીચેનો શરીરનો ભાગ ઈજાગ્રસ્ત થતા ખોટો પડી ગયો છે. જેના કારણે તેઓ છેલ્લા દસ વર્ષથી પથારીવશ છે. નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થતું હતું ત્યારે જયદેવગીરીએ પણ બુથ પર જઈને મતદાન કરવા માટેનો ઉત્સાહ દર્શાવ્યો હતો. આથી રિર્ટનિંગ ઓફિસર રાહુલકુમાર ખાંભવા દ્વારા દિવ્યાંગ મતદારો માટે કરાયેલી વિશેષ વ્યવસ્થા અંતર્ગત, એક ટીમ વાન તથા વ્હીલચેર તેમના ઘરે મોકલવામાં આવી હતી. આ ટીમ વડીલ મતદાર જયદેવગીરીને ઘરેથી સલામતી અને સગવડપૂર્વક સરદાર પટેલ નગર પ્રાથમિક શાળા ખાતે બનેલા મતદાન મથક સુધી લઈ ગઈ હતી. અહીં જયદેવગીરીએ મત આપીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો

(11:55 AM IST)