News of Monday, 17th February 2025
ભાવનગર પાસે જાનની બસમાં આગ : જાનૈયાઓએ બારીયાથી કુદીને જીવ બચાવ્યો
જો કે જાનની બસમાં રહેલ રોકડ રૂપિયા, સોના-ચાંદીના દાગીના કપડા સળગી ગયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૭ : ભાવનગર માંથી જાન લઈને ગારીયાધાર પંથકમાં જઈ રહેલા જાનૈયાઓની બસ બજુડ ના પાટીયા પાસે અચાનક સળગી જતા અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવમાં બસમાં બેઠેલા જાનૈયાઓ કૂદી જતા કોઈ જાનહાની થઈ નથી પરંતુ બસમાં રહેલ લાખો રૂપિયા અને સોનુ સળગી જવા પામ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ખાનગી ટ્રાવેલ્સ ની બસ ભાવનગરના નારી ગામ થી ગારીયાધાર તાલુકાના ઘોબા ગામે જાનૈયાઓને લઈને જઈ રહી હતી ત્યારે બજુડ ગામ ના પાટીયા પાસે બસ પહોંચી હતી એ સમય કોઈ કારણોસર બસમાં આગ લાગી ગઈ હતી જો કે સમયસર તમામ જાનૈયાઓ એ ઇમર્જન્સી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ બનાવ થી ભારે ચીચિયારીઓ અને દેકારો મચી જવા પામ્યો હતો. બદામની જાણ થતા જ આજુબાજુના ગ્રામ્ય જનો અને પોલીસ કાફલો ઘટના ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ બનાવ માં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળેલ છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
