News of Monday, 17th February 2025
નોકરીની લાલચ આપી નાણાં પડાવનાર ગેંગનો રાજપીપળાના આરોપીને ઝડપતી વિસાવદર પોલીસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૭: પોસ્ટ ઓફીસમાં કલાર્ક તરીકે નોકરી અપાવવાની લાલચ આપી રૂપીયા પડાવતી ગેંગનાં આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી વિસાવદર પોલીસે કહી છે.
રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેષ જાંજડીયા જુનાગઢ જિલ્લા પોલીસ વડા ઇન્ચાર્જ ભગીરથસીંહ જાડેજા દ્વારા સુચના કરી જે અન્વયે મદદનીશ પોલીસ અધિ. રોહીતકુમાર વિસાવદર નાઓના માર્ગદર્શન હેઠળ વિસાવદર પો.ઇન્સ. આર.એસ.પટેલે સુચના આપેલ હોય પો.સબ.ઇન્સ. આર.ડી.રોહીત વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૫૦૦૨૩/૨૦૨૫ BNS કલમ- ૩૧૬ (૨), ૩૧૮ (૪), ૩૧૯ (૨), ૩૩૬ (૨).૩૩૬ (૩), ૩૩૮,, ૩૪૦ (૨), ૩૪૧,૬૧ (૨) (એ) મુજબનાં કામના આરોપી ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી, રહે.રાજપીપળા, વણકરવાડ, શાક માર્કેટ પાસે, તા.રાજપીપળા, જી.નર્મદા વાળાને ટેકનીકલ એનાલીસીસ તથા હુમનસોર્સનાં આધારે માહિતી મેળવતા વડોદરા ખાતેથી પકડી લાવી ગુન્હાનાં કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી પો.ઇન્સ. આર.એસ. પટેલ તથા પો.સબ.ઇન્સ. આર.ડી.રોહીત તથા પો.કોન્સ. હિંમતભાઇ ડાયાભાઇ તથા પો.કોન્સ. રજનીકભાઇ મનસુખભાઇ તથા ડ્રા. હેડ કોન્સ. જેસીંગભાઇ વાળા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
