<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

જુનાગઢ મનપાની ૫૨ બેઠક માટે માત્ર ૪૪.૩૨ ટકા મતદાન બાદ કાલે મત ગણતરી

૧૫૭ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઇવીએમમાંથી બહાર આવશે, કોની હાર, જીત થશે?

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭: જુનાગઢ મનપાની ૫૨ બેઠક માટે માત્ર ૪૪.૩૨ ટકા મતદાન બાદ આવતીકાલે મત ગણતરી હાથ ધરવામાં આવશે જેને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

જૂનાગઢ મહાનગર પાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં માત્ર ૪૪.૩૨ ટકા જેટલું નિરસ મતદાન થયું હતું. શહેરના વોર્ડ નંબર ૩ અને ૧૪ ની ૪-૪ મળી કુલ ૮ બેઠક ભાજપે મેળવી લીધી હતી બાકીની ૫૨ બેઠક માટે રવિવારે ૨૫૧ મતદાન મથક પર ચૂંટણી યોજાઈ હતી. જે માટે ૨,૨૯, ૧૧૬ મતદારો પાસે મતાધિકાર રહ્યો હતો જેમાંથી માત્ર ૫૬,૪૦૦ પુરૂષ અને ૪૫,૧૨૩ મહિલા મળી કુલ ૧,૦૧,૫૨૩ મતદારોએ જ મત આપ્‍યો હતો.

શહેરના વોર્ડ નંબર ૧માં સૌથી વધુ ૫૫.૦૫ અને સૌથી ઓછું વોર્ડ નંબર ૧૦ માં ૩૬.૯૬% જ મત પડ્‍યા હતા. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયા બાદ ભાજપના ૫૫, કોંગ્રેસના ૫૦, આમ આદમી પાર્ટીના ૩૦, ૧૮ અપક્ષ ૪ બસપા અને ૪ એઆઈએમઆઈએએમ ના મળે કુલ ૧૧૭ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું હતું.

જુનાગઢ મનપાના ઇતિહાસમાં સૌપ્રથમ નિરસ મતદાન થતાં રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આવતીકાલ મંગળવારના રોજ સવારે ૯ કલાકે કળષિ યુનિવર્સિટીમાં આવેલ કળષિનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. વોર્ડ નંબર ૧ થી ૪ ની મતગણતરી એ-૨૦૮માં, ૫ થી ૮ની એ-૨૦૨માં, ૯ થી ૧૨ની એ-૨૨૧માં, વોર્ડ નંબર ૧૩ થી ૧૫ની એ-૨૭૫ રૂમમાં મતગણતરી થશે. મત ગણતરી માટે ૩૫૦ થી વધુ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવશે.

(1:30 PM IST)