તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
રાજુલા પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસને સફળતા મળશેઃ કોંગ્રેસના આગેવાનો

(ઇકબાલ ગોરી દ્વાર) સાવરકુંડલા તા.૧૭: રાજુલા નગરપાલિકાની ચૂંટણી ટીકુભાઈ વરું અને રવિભાઈ ધાખડા એકલા હાથે ચૂંટણી લડાવી તે ખરેખર અભિનંદનને પાત્ર છે. ભાજપ સરકારનો દબદબો છે ત્યારે અમરેલી જિલ્લાનું રાજુલા શહેર જે કોંગ્રેસ પક્ષની નેતાગીરી વિહોણું શહેર કહેવામાં આવે છે તેવી કપરી સ્થિતિમા ચૂંટણી લડવું કોંગ્રેસ માટે મહા મુશીબત બન્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ નવયુવાન રવી ધાખડાંએ કોંગ્રેસની નબળી સ્થિતિમા કોંગ્રેસ ની જવાબદારી સંભાળી અને રવી ધાખડા અને ટીકુ ભાઈ વરું એ રાજુલા નગરપાલિકાની ચૂંટણી રાજુલા ધારાસભ્ય હીરાભાઇ સોલંકીની સામે શહેર તમામ વોર્ડ માં ઉમેદવારો ઊભા રાખી હિંમતભેર ચૂંટણી લડતા ચૂંટણી તો લડાવી હતી. ટીકુભાઈ વરું અને રવિભાઈ ધાખડા પૂરા જોશ સાથે નગરપાલિકાની ચૂંટણી લડી બતાવી તે હિંમતને દાદ છે તેવું રાજુલા શહેર અને અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ચર્ચાઈ રહ્યું છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
