<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ગોંડલમાં મનિષા ડાભીને છરી ઝીંકી હત્‍યા કરનાર પતિ દિનેશ ઉર્ફે મદ્રાસ પકડાયો

મહિલા બે સંતાનોને લઇ માસીના દીકરા સાથે અમદાવાદ ભાગી ગઇ હતી, દિનેશ તેને તેડી આવ્‍યા બાદ ડખ્‍ખો કરી છરીના ઘા ઝીંકી દીધા'તા

રાજકોટ, તા., ૧૭: ગોંડલના વોરા કોટડા રોડ પર પંચપીરની ધારમાં રહેતી મનિષા દિનેશ ડાભી (ઉ.વ.ર૪)ની છરીના ઘા ઝીંકી હત્‍યા કરનાર પતિને રૂરલ એલસીબી તથા ગોંડલ સીટી પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ ગોંડલના વોરા કોટડા રોડ પર પંચપીરની ધારમાં રહેતી મનીષા ડાભી ચાર દિવસ પહેલા ઘર પાસે માતાજીના માંડવામાં હતી ત્‍યારે પતિ દિનેશ જીતુભાઇ ડાભી આવ્‍યો હતો અને પત્‍ની મનિષાને બહાર બોલાવી ઝઘડો કરી છરીના ઘા વાંસાના ભાગે ઝીંકી દીધા હતા. દેકારો બોલતા મનિષાના નાનાભાઇ સહીતના માવતર પક્ષના લોકો અને બીજા લોકો દોડી આવતા દિનેશ ભાગી ગયો હતો.

મનીષાને ગંભીર ઇજા પહોંચી હોઇ ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. ત્‍યાં મનિષાનું સારવાર દરમ્‍યાન મોત નિપજતા બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો. આ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસના પીઆઇ એ.સી.ડામોર સહીતના સ્‍ટાફે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી હતી.

દરમ્‍યાન બાતમી મળતા રૂરલ એલસીબી તથા ગોંડલ પોલીસે વોરા કોટડા રોડ પંચપીરની ધાર, દરગાહ પાસેથી આરોપી દિનેશ ઉર્ફે મદ્રાસ જીતુભાઇ ડાભી (ઉ.વ.ર૯) ને પકડી લીધો હતો. આ કામગીરી એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા, હેડ કોન્‍સ. અનીલભાઇ ગુજરાતી તથા ભાવેશભાઇ મકવાણા તથા ગોંડલ સીટી પીઆઇ એ.સી.ડામોર તથા હેડ કોન્‍સ. યુવરાજસિંહ ગોહીલ, મહેન્‍દ્રભાઇ વાળા, મહાવીરભાઇ બોરીચા, ઉદયભાઇ ધાંધલ, કૃષ્‍ણસિંહ જાડેજા, કોન્‍સ. ભાવેશભાઇ સાસીયા, જયસુખભાઇ સોરીયા, કમલેશભાઇ ગોંડલીયા, નરેન્‍દ્રભાઇ બાબરીયા, હરેશભાઇ લુણી, રણજીતભાઇ બોરડ, નયનભાઇ ડાભી, મયુરભાઇ જોષી, દીલીપભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(1:41 PM IST)